તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કડૈયાના PSI સહિત અન્ય કર્મીઓ સામે કાર્યવાહીની માગ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા કર્મી વિના ઘરમાં તપાસ કરતા રાવ

દમણના દલવાડા ખાતે રહેતા સ્વેતાબેન ઉમેશભાઇ પટેલે દમણ એસડીપીઓને લેખિતમાં ફરિયાદ કરી છે કે, સોમવારે સવારે કડૈયા પોલીસના બે પોલીસ કર્મી સાદા ડ્રેસમાં તેમના ઘરે આવી ઉમેશ પટેલ ક્યાં છે પૂછતા તેઓ બહાર કોઇ કામથી ગયા છે તેમ જણાવાયું હતું. ઘરમાં 18 વર્ષીય પુત્રી અને 10 વર્ષના બાળક સાથે તેઓ એકલા હોય મહિલા પોલીસ કર્મી વગર તેઓ બળજબરીથી અંદર પ્રવેશી ગયા હતા અને રૂમની ચકાસણી કરી હતી. પુત્રી બાથરૂમમાં ન્હાવા ગયેલી હોય દરવાજો જોરજોરથી ઠોકયા હતાં.

તેઓના ગયા બાદ ફરિયાદી મેડિકલમાં જતા પાછળથી પીએસઆઇ જય પટેલ સહિત બે કર્મી ફરીવાર તેમના ઘરે જઇ અંદર ચકાસણી કર્યા બાદ જતા જતા વોચમેનને ડરાવી ધમકાવી સીસીટીવીના ડીવીઆર સાથે પણ છેડતી કરી હતી. ટેબલ તોડી ઓફિસકર્મીને મારીને ઉચકી ગયા હતા. કોઇ પણ નોટિસ, સમંસ કે ઓર્ડર વગર ઘરમાં પ્રવેશનારા સામે ચકાસણી કરી દોષી પોલીસ કર્મીઓ સામે પગલા લેવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો