તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કપરાડામાં નેટવર્કની તકલીફથી વાલીની સંમતિ ઓફલાઇન શાળામાં હાજરીની માહિતીમાં વિલંબ

વાપી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં ધો.6થી8ની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે પાંખી હાજરી

વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. માધ્યમિક અને ઉચ્ચત્તર મા.બાદ ગુરૂવારે ધો.6થી 8ની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો, પરંતુ પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.કપરાડા તાલુકામાં મોબાઇલ નેટવર્કના અભાવે વાલીની સમંતિ અને સરેરાશ હાજરીની માહિતી પણ શિક્ષણ વિભાગ સુધી પહોંચી શકી ન હતી.

વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12, બાદમાં ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ સરકારની એસઓપી મુજબ આ શાળાઓ ચાલી રહી છે. ગુરૂવારથી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8નું શિક્ષણ કાર્ય શરૂ થયુ હતું. તમામ વિદ્યાર્થીઓને સરકારની ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વાલીઓમાં હજુ પણ કોરોનાના ડરના કારણે વિદ્યાર્થીઓને શાળાએ મોકલતાં અચકાય છે. પ્રથમ દિવસે પ્રાથમિક શા‌ળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ કપરાડા તાલુકાના અંતરયાળ ગામોની પ્રાથમિક શાળામાં મોબલાઇ નેટવર્કના અભાવે વાલીની સમંતિની ટકાવારી તથા સરેરાશ હાજરીની માહિતી શિક્ષકો અને આચાર્યો વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચાડી શકયા ન હતાં.

ટેકનિકલ કારણોસર સરેરાશ હાજરી હજુ પહોંચી નથી
કપરાડામાં મોબાઇલ નેટવર્ક ઓછુ પકડવામાં આવે છે,જેથી વાલીની સમંતિની ટકાવારી અને સરેરાશ હાજરી અમારી કચેરી સુધી પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે. શુક્રવાર સુધીમાં સરેરાશ હાજરીની માહિતી આવી જશે. - ડી.બી.બારિયા,પ્રા.શિક્ષણ અધિકારી,વલસાડ જિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો