દુર્ઘટના:કલા ગામે વીજ થાંભલા પર કરંટ લાગતા યુવકનું મોત

સેલવાસ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • HT લાઈન અડતા લાઈન સાથે ચોંટ્યો

દાદરા નગર હવેલીના કલા ગામે વડપાડા વિસ્તારમા ભંગારના દુકાનમા કામ કરતો યુવાન કોઈક કામસર લાઈટના થાંભલા પર ચડયો હતો જેને હાઇટેનશન લાઈન અડી જતા કરંટ લાગતા ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ.

પ્રાપ્ત વિગત અનુસાર યોગેશ મધુકર કરાડે ઉ.વ.24 જે કલા ગામના વડપાડા ખાતે ભંગારના ગોડાઉનમા કામ કરતો હતો અને ત્યા જ રહેતો હતો મુળ રહેવાસી મહારાષ્ટ્ર જે લાઈટના થાંભલા પર પક્કડ લઇ વાયર જોડવા ચડયો હતો તે સમયે એને હાઇટેનશન લાઈન અડી જતા લાઈન સાથે જ ચોંટી ગયો હતો અને એનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ.

ઘટનાની જાણ થતા ઇલેક્ટ્રીક વિભાગના અધિકારી અને પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી હતી ત્યારબાદ લાશનો કબ્જો લઇ પીએમ માટે સબ જીલ્લા હોસ્પીટલ ખાનવેલ ખાતે લઇ જવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...