છેડતી:ડાર્લિંગ...ડાર્લિંગની બૂમો પાડી 2 રોમિયોએ મહિલાના વાળ ખેંચ્યા

પલસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણા ખાતે આવેલ દુર્ગા કોલોની ખાતેની મિલમાં નોકરી કરતી બે સંતાનની માતા નોકરીએથી છૂટી પોતાના ઘરે પગપાળા જઈ રહી હતી. જે અરસામાં પરણીતાની પાછળ મોટરસાયકલ પર આવી રહેલા બે રોમિયોએ પાછળથી” ડાર્લિંગ ડાર્લિંગ” એમ બૂમ પાડી હતી.

પરિણીતાએ આ શબ્દ સાંભળતા જ પાછળ ફરી જે જોયું તો એક સ્પેન્ડર મોટરસાયકલ પર બે ઇસમો હતા. જે પૈકીના પાછળ બેઠેલા ઇસમે યુવતીને “ ડાર્લિંગ “ કહ્યું હતું અને મોટરસાયકલ ચલાવતા ઇસમે પરણીતાં નજીક આવી પરણીતાંની ઓઢણી ખેંચી વાળ ખેંચી ધક્કો મારી નીચે પાડી નાખી હતી. જે દરમીયાન મોટરસાયકલ ચાલક અને મોટરસાયકલ પર પાછળ બેઠેલો ઈસમ બને ભાગી છૂટ્યા હતા.

ઘટના સમયે પરણીતાંની મિલમાં કામ કરતો એક ઇસમ ત્યાં આવી ચડતા તેને ઘટના અંગે કંપનીના ઇન્ચાર્જને ફોન કર્યો હતો પરણીતાંએ ઘટના વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલનો નંબર નોંધી લેતા મોટરસાયકલ નંબર GJ 19 AR 5360ના આધારે પલસાણા પોલીસ મથકમાં બે ઇજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...