આયોજન:દમણવાડા પંચાયત માતૃ સન્માન સમારંભ યોજશે

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 માર્ચ મહિલા દિવસે કાર્યક્રમનું આયોજન

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા અગામી ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે ‘માતૃ અને વિદ્યાશક્તિ સન્માન’સમારંભનું બપોરે સાડા ત્રણ કલાકે પંચાયતના પટાંગણમાં આયોજન કરાયું છે. જેમા મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશના સ્કૂલ ઍજ્યુકેશન સેક્રેટરી અંકિતા આનંદ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને પરિક્ષા માટે પરિવાર દ્વારા રાખવાની કાળજી અને વિદ્યાર્થીઓને પરિક્ષાના ડરમાંથી બહાર કાઢવાનું માર્ગદર્શન દમણની ગવર્નમેન્ટ કોલેજના પ્રો. ડો. સંજયકુમાર આપશે.

માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘માતૃ અને વિદ્યાશક્તિ સન્માન’ સમારંભ અંતર્ગત પંચાયત વિસ્તારમાં પોતાની કોઠાસૂઝ અને સખત પરિશ્રમથી પોતાના પરિવારને ઉભો કરનારી માતાઓ, ઉચ્ચ શિક્ષણમાં અગ્રેસર મહિલા તથા શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનારા નિવૃત પ્રિન્સીપાલ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોને ઉપસ્થિત રહેવા માટે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ અપીલ કરી છે. આમ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસે અનેક સ્થળોએ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. મહિલાઓના સન્માનો કરવામાં આવશે. દમણ સહિત વાપી અને વલસાડમાં પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...