ઉત્કૃષ્ટ પ્રદર્શન:દમણના ઉમંગ ટંડેલે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સદી ફટકારી

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ONGC ક્રિકેટ ગ્રાઉન્ડમાં બે દિવસીય ટેસ્ટ મેચ ચાલી રહી છે

રિલાયન્સ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ 23 એજ બે દિવસીય ટેસ્ટ મેચ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીશ્મે કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટ વિરુદ્ધ સુરત ડિસ્ટ્રિક્ટ મેચ ભરૂચના ONGC ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લાના કેપ્ટન સોહમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા સુરત જિલ્લાની ટીમ 42.2 ઓવરમાં 116 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં સરલ પ્રજાપતિએ 3 અને યશે 5 વિકેટ લીધી હતી. કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટ્સે તેની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા 57 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા, જેમા કેપ્ટન ઉમંગ ટંડેલે 105 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતા, જ્યારે સરલ પ્રજાપતિએ બોલિંગ- અને બેટિંગ સાથે અજાયબી કરી હતી. કેપ્ટન ઉમંગ ટંડેલે રમી હતી.

તે 76 બોલમાં અણનમ 29 રન રમી રહ્યો છે. બે દિવસીય ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે સંયુક્ત જિલ્લાઓએ 66 રનની લીડ મેળવી લીધી છે. ઉમંગ ટંડેલના કોચ ભગુ પટેલ ઉમંગની સદીની ઈનિંગ્સથી ખૂબ જ ખુશ છે અને કહ્યું છે કે ઉમંગ અને સરલ બંને ખૂબ જ સારા ખેલાડીઓ છે જે સંયુક્ત જિલ્લાની જીતમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

અન્ય સમાચારો પણ છે...