તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દમણનો ઉમંગ ટંડેલ ગુજરાત ટીમમાં જી1 ટૂર્નામન્ટમાં કેપ્ટન

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 10મી ફ્રેબ્રુઆરીથી રાજકોટમાં 4 ટીમ વચ્ચે મુકાબલો

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલમાં જી1 ટૂર્નામેન્ટનું આયોજન કર્યુ છે. જેમાં દમણના ખેલાડી ઉમંગ ટંડેલને ગુજરાત અંડર 23 ટીમમાં કેપ્ટન તરીકે પસંદગી કરી છે. દમણના ખેલ સચિવ પૂજા જૈન અને હેડ ઓફ સ્પોટર્સ રાકેશ દાસ, ખેલ અધિકારી મનિષ સ્માર્ટ, એપીઇઓ કેએલ પટેલ, ક્રિકેટ કોચ ભગુભાઇ પટેલે તેમને શુભેચ્છા પાઠવી હતી. જી1 ટૂર્નામેન્ટ અંડર 23નું આયોજન 8મી ફેબ્રુઆરીથી રાજકોટમાં થઇ રહ્યું છે.

જેમાં ગુજરાતમાં 10મી ફેબ્રુઆરી થઇ રહ્યું છે જેમાં ઉમંગ ટંડેલ ગુજરાત રાજ્યની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત ટીમનો મુકાબલો વડોદરા અને સૌરાષ્ટ્ર ટીમ સાથે થશે જેમાં ઉમંગ પટેલ પોતાનું કૌશલ્ય બતાવશે. ઉમંગના કોચ ભગુ પટેલના જણાવ્યા મુજબ ગુજરાત ક્રિકેટ સંધ જે રીતે ઉમંગ ઉપર ભરોસો મુક્યો છે એમાં એ ખરો ઉતરીને પોતાની ટીમને વિજયી બનાવવામાં મહત્વનું યોગદાન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો