તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMને રાવ:‘દમણની RMCLએ NCLT સાથે મળી મિલકતની ઓછી કિંમત દર્શાવી’

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મળતિયા પાસે જ ખરીદી કરાવવા કારસો ઘડ્યાની PMને રાવ

દમણની આરએમસીએલ કંપની ફરી એક વાર વિવાદમાં આવી છે જેમાં એનસીએલટી દ્વારા કંપનીના મિલકતની હરાજીમાં મિલકતની વેલ્યુ ઓછી રાખીને તેમના જ મળતિયા દ્વારા ખરીદી કરવાનો કારસો ઘડવાના આક્ષેપ સાથે ડીએમસીના કાઉન્સિલરે બુધવારે પ્રધાનમંત્રીને ફરિયાદ કરી છે.

દમણની આરએમસીએલ નામક કંપની સામે વેટ વિભાગે કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસ ઈસ્યુ કર્યા બાદ વધુ એક મુદ્દો બહાર આવ્યો છે. આ કંપનીના સંચાલક અનિલ અગ્રવાલ અને તેમનો પુત્ર મિતેશ અગ્રવાલે રોકાણ કારો, ટ્રેડસો અને બાકીદારોને ચુકવવા માટે 533 કરોડ રૂપિયા ચુકવવાના થાય છે. પિતા - પુત્રની આ જોડીએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા નિયુક્ત અધિકારી સાથે મળીને 533 કરોડ રૂપિયાના ચુકવણી સામે પોતાની મિલ્કતના 250 કરોડ રૂપિયાની સામે માત્ર 20થી 22 કરોડ રૂપિયા જ વેલ્યુ બતાવી હોવાનો આક્ષેપ સાથે દમણ ડીએમસીના કાઉન્સિલર મુકેશ પટેલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં એવું પણ જણાવવામાં આવ્યું છેકે, કંપની સંચાલકો ઓછી કિંમત દર્શાવીને પોતાના જ માણસો પાસે હરાજીમાં ખરીદી કરવા માટે કારસો ઘડી રહ્યા છે.

હરાજીની પ્રક્રિયામાં પણ ઘોટાળો કર્યો હોવાનો આક્ષેપ
સામાન્ય રીતે હરાજીની જાહેર નોટિસની પ્રક્રિયાની જાહેરાત માત્ર બે અખબારમાં જ આપવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઇન પ્રક્રિયા પણ ન રખાતા અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. હરાજી કરાવનાર એજન્સી એનસીએલટી દ્વારા આ સમગ્ર કામગીરીમાં કોઇ પારદર્શિતા રાખી ન હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...