ગૌરવ:નાગપુરની સ્પર્ધામાં દમણની કરૂણા સોનીને મિસિસ ઇન્ડિયા 2022નો તાજ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના 52 સ્પર્ધકો શોર્ટલિસ્ટ થયા જેમાંથી 22 કવાલિફાય

મહારાષ્ટ્રના નાગપરુ ખાતે મિસેજ ઇન્ડિયા સિઝન 2નું હાલમાં જ આયોજન કરાયું હતું. મિસિસ ઇન્ડિયા ક્યુટનેસથી લઇને એલિગન્સ સુધી, ગ્લેમરથી લઇને રોયલ્ટી સુધીની આ સ્પર્ધામાં દેશભરમાંથી 52 મહિલાએ ભાગ લીધો હતો. જેમાંથી 22 સ્પર્ધકોને કવાલીફાય કરવામાં આવી હતી.

ફાઇનલ સ્ટેજમાં 7 મહિલા સ્પર્ધકો રહી હતી જેમાં દમણની કરૂણા સોની પણ હતી. દમણમાં ન્યૂ લૂક સેલુન ચલાવતી કરૂણા સોની આખરે ફાયનલમાં મિસિસ ઇન્ડિયા 2022નો તાજ પહેરીને વિજેતા બની હતી.

કરૂણા સોનીએ કહ્યું કે આવી સ્પર્ધામાં ભાગ લેવા માટે મારી પરિવારની ખૂબ જ પ્રેરણા રહી છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન સોનાલી અરોરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...