તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દમણના જેટી સરકીટ હાઉસ હવે ખાનગી એજન્સી ચલાવશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 રિઝર્વ રખાયા, બે વર્ષ અગાઉ જ દરિયા કિનારે 60 રૂમનું આધુનિક સરકીટ હાઉસ બનાવાયું હતું

નાની દમણના દરિયા કિનારે જેટી ઉપર બે વર્ષ અગાઉ જ પ્રશાસને અત્યાધુનિક 60 રૂમોની ક્ષમતાવાળું સરકીટ હાઉસનું નિર્માણ કર્યુ હતું. દમણ પ્રશાસને આ સરકીટ હાઉસનું સંચાલન અને ચલાવવા માટે ખાનગી એજન્સીને પાંચ વર્ષના લીઝ ઉપર આપી દેતા આક્રોશ જોવા મળી રહ્યો છે. બે વર્ષ અગાઉ જ પીડબલ્યુડી દ્વારા નાની દમણ સ્થિત જેટી દરિયા કિનારે મોટી હોટલને પણ ટક્કર મારે એવું 60 રૂમનું 6 માળનું સરકીટ હાઉસનું નિર્માણ કરાયું હતું. અત્યાર સુધી દમણના પીડબલ્યુડી સરકીટ હાઉસનું સંચાલન કરતું હતું.

જોકે, દમણ પ્રશાસને સરકારને આવક મળી રહે એ આશયથી જેટી સરકીટ હાઉસને કામત ગ્રુપને પાંચ વર્ષના લીઝ ઉપર ચલાવવા સોંપ્યું છે. ખાનગી એજન્સીને ગર્વમેન્ટ સરકીટ હાઉસ ચલાવવા આપતા હવે રૂમના ભાડાંમાં વધારો થવાની આશંકાએ સ્થાનિક અને પર્યટકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકીટ હાઉસની 60 પૈકી 14 રૂમ પ્રશાસનિક અધિકારી માટે હમેંશા રિઝર્વ રખાશે.

અત્યાર સુધી વીવીઆઇપીના 3 હજાર અને એસી રૂમના 1500 ચાર્જ લેવાતો હતો
દમણ પ્રશાસનિક અધિકારી તથા અન્ય રાજ્યમાંથી આવતા અધિકારીઓ માટે સરકીટ હાઉસમાં મામુલી દરે રૂમો ઉપલબ્ધ રહેતી હતી. જ્યારે પ્રાઇવેટ પર્સનને 3 હજારમાં વીવીઆઇપી રૂમ અને 1500 રૂપિયામાં ડબલ બેડ વિથ એસી રૂમ મળતી હતી. જોકે, પ્રાઇવેટ કંપનીને ચલાવવા આપ્યા બાદ રૂમના ભાડાંમાં કેટલો ફરક પડે છે એ હવે જોવું રહ્યું.

પ્રાઇવેટ કંપની દર વર્ષે 75 લાખ આપશે
કામત ગ્રુપ સાથે કરાર મુજર આ કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ સુધીનો રહેશે. પ્રશાસને રેવન્યુ મેળવવાના અાશયથી આ નિર્ણય લીધોહોવાનું જાણવા મળે છે. આ ગ્રુપ દર વર્ષે સરકારને 75 લાખ સરકીટ હાઉસ ચલાવવા બદલ આપશે.

અન્ય સમાચારો પણ છે...