તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દમણના દેવકા મરીન લાઇન્સ રોડના દબાણો દૂર કરાયા : શુક્કર બખિયાની હોટલ તોડાય

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર સાથે સમાધાન થયા બાદ જેસીબીથી તોડવાની કામગીરી શરૂ થઇ

નાની દમણમાં દેવકા સુધી બની રહેલા મરીન લાઇન્સ રોડ પ્રોજેક્ટમાં આવતા દબાણોને દૂર કરવા માટે પ્રશાસનિક કાર્યવાહી કરીને મિલકત ધારકોને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. રવિવારે મરીન લાઇન્સ રોડ પ્રોજેક્ટમાં આવતા શુક્કર નારાયણભાઇ બખિયાની હોટલને ધરાશાય કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રશાસન અને બખિયા પરિવાર દ્વારા એકબીજા સાથે વાતચીત કરીને સમજૂતિ થયા બાદ હોટલ તોડવાની કામગીરી થઇ હતી.

પ્રશાસને અંદાજે 30 વર્ષ જુની હોટલને જેસીબી દ્વારા તોડવાની કામગીરી કરી હતી. પ્રશાસન મોટીદમણની માફક નાની દમણમાં પણ દરિયા કિનારે દેવકા સુધી મરીન લાઇન્સ રોડનું નિર્માણ કરી રહી છે. નાની દમણના સ્મશાન ભૂમિ નજીક શુક્કર બખિયાની વાડીમાં બનેલી હWWોટલને દૂર કરવા માટે નોટિસ પણ પાઠવી હતી. જોકે, પ્રશાસન સાથે વાતચીતના અંતે સમાધાન થયા બાદ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...