તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:દમણની 20 વર્ષીય યુવતીનું કથિત પ્રેમમાં ચોથા માળેથી કૂદીને આપઘાત

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પરપ્રાંતિય યુવતી હોસ્પિટલમાં ખસેડાઈ હતી

દમણના એક વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ચાર માળની બિલ્ડીંગના ટેરેસ પરથી મોતની છલાંગ લગાવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આપઘાત પાછળ કથિત પ્રેમપ્રકરણ હોવાનું મનાઇ રહ્યું છે. સંઘપ્રદેશ નાની દમણ સ્થિત સુપ્રીમ એપાર્ટમેન્ટની સામે એક બિલ્ડીંગના ચોથા માળે ટેરેસ ઉપરથી સોમવારે રાત્રે 10.35 વાગે એક 20 વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવતા તેના પરિજનો સહિત સ્થાનિકો સ્થળ ઉપર દોડી ગયા હતા.

નીચે લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવતીને માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. રાત્રિના સમયે અચાનક મોતની છલાંગ લગાવવા પાછળ કોઇ યુવક સાથે કથિત પ્રેમપ્રકરણ હોવાનું મનાઇ રહ્યું છે. હાલ દમણ પોલીસે તેના મોત પાછળનું કારણ જાણવા પરિવાર અને સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવતીએ કૂદતા પહેલા કોઈ સ્યુસાઈડ નોટ લખ્યા હતા કે કેમ તે અંગે પણ દમણ પોલીસે તેના ઘરમાં ચકાસણી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો