પરિણામ:દમણનું પરિણામ 61 ટકા, 411માંથી 252 પાસ, 159 નાપાસ

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સાર્વજનિક શાળાના 243માંથી 134 વિદ્યાર્થીઓ પાસ થયા

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે આજે 12મા સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે. દમણ જિલ્લાનું પરિણામ 61 ટકા આવ્યું છે. દમણ શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર દમણની સરકારી અને ખાનગી શાળાના 411 વિદ્યાર્થીઓએ 12મા સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાંથી 252 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 159 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

ભીમપોરની સરકારી શાળાના 10માંથી 7 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક શાળાના 243 વિદ્યાર્થીઓમાંથી 134 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેવી જ રીતે લેડી ફાતિમા સ્કૂલના 70માંથી 58 વિદ્યાર્થીઓ પાસ થયા છે. હોલી ટ્રિનિટીના 12માંથી 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

શ્રીનાથજી શાળાના 4માંથી 3 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ થયા છે. જ્યારે દિવ્ય જ્યોતિ સ્કૂલના 7 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 વિદ્યાર્થી પાસ થયો છે. માચી મહાજન શાળામાં 65માંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેવી જ રીતે દીવ જિલ્લામાં 116 વિદ્યાર્થીઓમાંથી 53 પાસ, 63 નાપાસ થયા છે.

દમણ જિલ્લામાં પબ્લિક સ્કૂલના પર્જન્ય રાજપૂતે 85.54 ટકા સાથે પ્રથમ, દિવ્ય જ્યોતિ સ્કૂલના રિતેશ કુમાર સિંહે 85.23 ટકા સાથે દ્વિતીય અને શ્રી માછી મહાજન અંગ્રેજી માધ્યમિક શાળાના જ્યોતિશંકર ઉમેશચંદ્ર સાહોએ 82 ટકા સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે.

દમણ મીટના સમાજ નું નામ રોશન કરતી આરાધના મીતના
ધોરણ 12 સાયન્સ પરીક્ષા પરિણામમાં પ્રથમ ત્રણ પૈકી દ્વિતિય ક્રમે ગરીબ પરિવારની દીકરી આરાધના જીતેન્દ્રકુમાર મીટનાએ 83% એ ઉતીર્ણ થઈ હતી. માતા કૌશિકા મીતના તથા પિતા જીતેન્દ્રકુમાર મીટના તથા મીટના સમાજ તથા દમણ સાર્વજનિક હાઈસ્કૂલનું નામ રોશન કર્યું છે. જાણકારી પ્રાપ્ત થતાં જ દમણનાં તથા હાલ લંડન સ્થિત એનઆરઆઈ કન્વીનર કેશવ બટાકે વિદ્યાર્થિનિ આરાધનાને ઘરે જઈ દિકરીનું ફુલ ગુલદસ્તા વડે બહુમાન કર્યું હતું, બટાકે દીકરીના મેડિકલ અભ્યાસમાં આગળ વધવાના પ્રયાસમાં સહયોગની ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...