સુરક્ષા:દમણ પોલીસે ઓદ્યોગિક સંચાલકો સાથે સુરક્ષાના મુદ્દે બેઠક યોજી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દમણ પોલીસના ત્રણેય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ શનિવારે કોળી પટેલ સમાજ હોલમાં શનિવારે પ્રદેશના ઓદ્યોગિક સંચાલકો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કંપનીમાં અકસ્માત નિવારણ, કામદારોની સુરક્ષા તથા સાયબર ક્રાઇમ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય એ અંગે જાણકારી આપવામાં આવી હતી. નાની દમણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ શોહિલ જીવાણીએ કહ્યું કે, ચારેક મુદ્દાને લઇને બેઠક કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગોમાં થતા અકસ્માત કેવી રીતે રોકી શકાય. અન્ય પ્રાંતમાંથી આવતા કામદારનું વેરિફિકેશન અને સાયબર ક્રાઇમ અંગે સમજ આપી હતી.

જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમની કંપનીમાં કામ કરતા કામદારો અને સિક્યોરિટી ગાર્ડનું વેરિફિકેશન, સાયબર ક્રાઈમના ગુના અટકાવવા, ટ્રાફિકના નિયમો અને કંપનીમાં બનતા અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...