તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:115 વોરોન્ટ છતાં હાજર ન થતા દમણના દુષ્યંતની ધરપકડ કરાઇ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતના મહત્તમ શહેરમાં ગેરકાયદે દારૂ સપ્લાય કરનાર દમણના મોટી વાંકડનો બુટલેગર દુષ્યંત બાબુભાઇ પટેલ સામે રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે જેમાં એ વોન્ટડ છે. ગુજરાત રાજ્યની અલગ અલગ કોર્ટમાં અત્યાર સુધીમાં 115 વોરન્ટ ઇસ્યુ થયા છે જેમાં વઘઇ અને ડાંગની જેએમએફસી કોર્ટના સ્ટેન્ડિંગ વોરન્ટ પણ સામેલ છે.

બુટલેગર આરોપી દુષ્યંત પટેલ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. ભીમપોરના પીએસઆઇ જય પટેલને બાતમી મળી હતી કે, દુષ્યંત પટેલ ગુરૂવારે મોટી વાંકડ સ્થિત પોતાના ઘરે આવી રહ્યો છે. કોસ્ટલના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ લીલાધર મકવાણાએ આ અંગે ઉપરી અધિકારીને જાણ કરીને પોલીસ ટીમે મળસ્કે પાંચ વાગ્યે દુષ્યંત પટેલના ઘરે રેઇડ કરીને આરોપીને ચારો તરફથી ઘેરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો