મરાઠા સેવા સંઘ દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ ગણેશ પાટિલ સહિત અન્ય કાર્યકરોએ એક હાથથી મદદની અપીલ કરતા અગ્રણીઓએ અલગ અલગ સામગ્રીઓ, રોકડની સહાય શક્તિ મુજબ કરી હતી. રાયગઢ, મહાડ અને અન્ય વિસ્તારમાં મરાઠા સેવા સંઘ દમણની ટીમે દરેક સામગ્રી એકત્ર કરીને કીટ તૈયાર કરી હતી. સંઘની ટીમ શનિવારે રાત્રે 11 કલાકે કોંકણ માટે રવાના થઇ હતી.
ટીમમાં શિવશ્રી ગણેશ પાટિલ, કાર્યકારી અધ્યક્ષ શિવશ્રી સંજય રોઠે, બાલાસાહેબ પાટિલ, રવિન્દ્ર પાટિલ, દુનેઠા પંચાયતના સભ્ય અરૂણ માલપુરે રવિવારે સવારે 10 વાગ્યે ચાર ગામોમાં રાશન , આવશ્યક ચીજનું વિતરણ કર્યુ હતું. મુખ્ય પદાધિકારીઓ સંજય રોટે, રાજેન્દ્ર પવાર, રાજેન્દ્ર કોકાટે, અનિલ ગાડબૈલ, કૃષ્ણ કરાલે, સ્વનીલ શિંદે, સંજય પાટીલ, સંદીપ સાનેર, બાલાસાહેબ પાટીલ, ચંદ્રશેખર કડુ, રવિન્દ્ર નામદેવ પાટીલ અને પ્રશાંત ભીસે અને ટીમે જહેમત ઉઠાવી હતી. મરાઠી સાંસ્કૃતિક વર્તુળ દમણ, સવિતાબેન પટેલ (સરપંચ દુનેથા), ડો.વિવેક કેકેન વાપી, દમણ ક્રુતિકા ન્યૂઝ એજન્સીનો સહયોગ મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.