નોટિસ:દમણ કોસ્ટ ગાર્ડે પ્રશાસનને 35 ગેરકાયદે બાંધકામોની માહિતી મોકલી, DMCએ ડિમોલિશન નોટિસ પાઠવી

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસમાં જો ગેરકાયદે બાંધકામ સ્વેચ્છાએ દૂર ન કરે તો પાલિકા હથોડા ઝીંકીને ખર્ચ વસુલશે

ભારતીય કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દમણએ 30 મે 2022 ના રોજ ડેપ્યુટી કલેકટરને એક પત્ર મોકલ્યો હતો અને દમણ શહેરમાં ગેરકાયદે અને નિયમોનું ઉલ્લંઘન કરતી ઇમારતોની સૂચિ મોકલી હતી. ડીએમસીને આ બાંધકામ સામે કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા.

દમણ જિલ્લાના ડેપ્યુટી કલેકટરે 6 જુલાઇના રોજ દમણ પાલિકાના ચીફ ઓફિસરને કોસ્ટગાર્ડ તરફથી મળેલો પત્ર મોકલીને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. DMCના ચીફ ઓફિસર અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે બિલ્ડરો કોસ્ટગાર્ડની NOC લેતા નથી અને ઉંચી ઇમારતો બાંધે છે. 7 દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા તમામ બિલ્ડર અને માલિકોને સૂચના આપવામાં આવી છે. કોસ્ટ ગાર્ડની એનઓસી વિના અને પરવાનગી વિના ઇમારતો બાંધનારા 35થી વધુ બિલ્ડરોને નોટિસ ફટકારવામાં આવી છે.

જેમાં 7 દિવસમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ડીએમસી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, કોસ્ટ ગાર્ડ વતી ડેપ્યુટી કલેકટરને કહેવામાં આવ્યું છે કે ગેરકાયદે અને એર ફિલ્ડની આસપાસના નિયમોનું ઉલ્લંઘન કરતી 35 ઇમારતો જે એરક્રાફ્ટ એક્ટ 1934ની કલમ 11/A/Bનું ઉલ્લંઘન કરતી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ડેપ્યુટી કલેકટરે મળેલા પત્રને ફોરવર્ડ કરતી વખતે દમણ મ્યુનિસિપલને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

ડીએમસીએ તેની નોટિસમાં લખ્યું છે કે, તમારી બિલ્ડિંગે કોસ્ટ ગાર્ડની એનઓસી લીધી નથી. ઉપરાંત, બિલ્ડિંગની ઊંચાઈ કોસ્ટ ગાર્ડ દ્વારા મંજૂર કરાયેલી ઊંચાઈ કરતાં વધુ છે. જે દમણ-દીવ મ્યુનિસિપાલિટી રેગ્યુલેશન એન્ડ બિલ્ડીંગ બાયલોસનું ઉલ્લંઘન કરે છે, 7 દિવસમાં બાંધકામ દૂર કરો, જો સ્વેચ્છાએ બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો DMC ડિમોલિશન ઓપરેશન હાથ ધરીને દૂર કરવાનો ખર્ચ જે તે માલિક પાસે વસુલાત કરશે.

અન્ય સમાચારો પણ છે...