તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીનામું:દમણ અને દીવ ભાજપ યુવા મોરચાના મહામંત્રીનું રાજીનામું

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગત કારણોસર રાજીનામું આપ્યું

બે દિવસ અગાઉ દમણ જિલ્લા પંચાયતના દમણવાડાના ભાજપના મહિલા સભ્ય કલાવતિ બેન પટેલે સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ વધુ એક ભાજપના કાર્યકરે ગુરૂવારે રાજીનામું આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. સંઘ પ્રદેશ દાનહ અને દમણ-દીવના ભાજપા યુવા મોર્ચાના મહામંત્રીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી યતીન રાણાએ પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, તેઓ ભાજપના સભ્ય, દાનહ-દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાના મહામંત્રી તથા દમણ જિલ્લા ભાજપાના ઉપાધ્યક્ષના પદ ઉપરથી તથા સંગઠનમાંથી રાજીનામું આપી રહ્યા છે. રાજીનામાં અંગે તેમણે પોતાના અંગત કારણોસર સમય ન આપી શકવાને લઈ રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું છે. રાજીનામું સ્વીકારી ફરજ મુક્ત કરવા પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલને અનુરોધ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજકીય માહોલમાં અનેક ઉથલ પાથલ જોવા મળી છે. અગાઉ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...