તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડની સમસ્યા:વાપી ડુંગરાથી નાનાપોંઢા જતી 25 ST બસોને ખરાબ રોડથી નુકસાન

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ ST નિગમના મહામંત્રીએ મંત્રી અને એસટી નિયામકને રાવ કરી

વાપી એસટી ડેપોના ડ્રાઈવરો દ્વારા નાનાપોંઢા રૂટ ઉપર ન જવા માટે અધિકારી પાસે કરગરી રહ્યા છ. છેલ્લા 2 માસથી ડુંગરી ફળિયાથી લઈ નાનાપોંઢા સુધીના 20 કિલોમીટરના અંતરમાં દોઢ કલાક જેટલો સમય નિકળી જતો હોય છે. મુસાફર ભરેલી બસ માં જો બસનો પાટો તૂટી જાય તો ડ્રાઈવર પાસે નાણકીય રિકવરી કરવામાં આવતી હોય છે.જેની જાણ વલસાડ એસ ટી કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખ એમ પટેલને કરતા તેમણે વાપી વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર દ્વારા રજૂઆત કરી છે.

જેની જાણ વન અને આદિજાતિ ગુજરાત રાજ્ય મંત્રી રમણલાલ પાટકર તથા વિભાગીય નિયામક એસ ટી વિભાગને પણ કરી રોડ તાતકાલિક રીપેર કરવા માગ કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે આ રોડ ઉપરથી એસટી વિભાગની 25 જેટલી બસો અવર -જવર કરે છે. જે રોડ ખરાબ હોવાના કારણે એસટી વિભાગને સીધુ નુકસાન થઇ રહ્યું છે. જેની રિકવરી ડ્રાઈવરો પાસે કરતા વલસાડ વિભાગના કર્મચારી મંડળના મહા મંત્રી ધનસુખ પટેલ દ્વારા રોડ તાત્કાલિક રીપેર કરવા લાગતા વલગતા અધિકારીને આ બાબતની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...