તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ટાયર કાપીને નજર ચૂકવી કારમાંથી 5000ની ઉઠાંતરી

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જીઆઇડીસી ચારરસ્તા પાસે પાર્ક કરેલ કારના આગળના ટાયર કોઇ સાધનથી કાપી દીધા બાદ અંદર મૂકેલા રૂ.5000 લઇ ઇસમો ફરાર થઇ જતા કારમાલિકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વાપી કરવડ ખાતે સાંઇ આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડનો વેપાર કરતા જાહીદ અહેમદ શકીલ ખાન 9 નવેમ્બરે પોતાની ક્રેટા કાર નં.જીજે-15-સીએ-5060 લઇ વાપી જીઆઇડીસી ખાતે આવેલ ગીરનાર ખુશ્બુ પ્લાઝા પાસે સ્ટીકર લેવા માટે ગયા હતા.

ગાડીને બિલ્ડીંગ સામે રોડ ઉપર પાર્ક કરી કામ પતાવીને પરત આવતા કોઇ અજાણ્યા ઇસમોએ તેમની ગાડીના ડાબી સાઇડના આગળના ટાયરને કોઇ સાધન વડે કાપી નુકસાન કર્યા બાદ અંદર મૂકેલ રોકડા રૂ.5000 લઇ ગયા હોવાની જાણ થઇ હતી. જેથી આજુબાજુ ઇસમોને શોધતા કોઇ પત્તો ન લાગતા આ અંગે શુક્રવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો