તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમનો ભંગ:દમણમાં સાંજે કરફ્યુના ધજાગરા વાઇનશોપ પર દારૂ માટે પડાપડી

વાપી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ ડિસ્ટન્સ વિના જ લોકોની ભીડ જોવા મળી

સંઘપ્રદેશ દાનહ અને દમણમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સાંજે 6 વાગ્યાથી કરફ્યુ લાદવામાં આવ્યો છે. કરફ્યુમાં કેટલીક શરતોને આધિન છૂટછાટ આપવામાં આવી હતી જોકે, દમણના કચીગામ અને અન્ય વિસ્તારમાં આવેલા વાઇન શોપ ઉપર સાંજે 6 વાગ્યા પછી પણ ખુલ્લા જોવા મળ્યા હતા. કોઇપણ જાતના કોવિડના નિમયોનું પાલન કર્યા વિના લોકોની ભારે ભીંડ કરીને દારૂની ખરીદી કરી રહ્યા હતા. દમણમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના રીકવરી રેટમાં વધારો થયો છે પરંતુ આ રીતે નિયમોના ભંગ કરાતા આવનારા દિવસોમાં સંક્રમણ વધવાની શક્યતા છે.

પ્રશાસનિક તંત્ર કચીગામ ઉપરાંત અન્ય વિસ્તારમાં આવેલા વાઇન શોપના સીસી ટીવી ફૂટેજની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરે જેથી કરીને આવનારા દિવસમાં કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાય તેમ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઈનશોપના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમણમાં સપડાયેલા છે. જેના કારણે કેટલાક વાઈનશોપના સંચાલકોએ કર્મચારીઓને સવેતન રજા આપી ગામ રવાના કરી દીધા છે. આમ છતાં હવે વાઈનશોપ પર ઉભરાતી ગ્રાહકોની ભીડને લઈ સંક્રમણની ગતિ રોકવી મુશ્કેલ જણાઈ રહી છે. આવા સંજોગોમાં પ્રશાસન કડક નિર્ણય લઈ તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો