કાર્યવાહી:વાપીમાં બહેન-દિકરીને સીટી મારનારા ઇસમ સામે ગુનો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી રાજેશ ભાનુશાલી - Divya Bhaskar
આરોપી રાજેશ ભાનુશાલી
  • બિભત્સ ઇશારો કરી પોતાની પાસે બોલાવી રહ્યો હતો

વાપીમાં રસ્તા ઉપર કાર પાર્ક કરી આવતી જતી બહેન દિકરીને સીટી મારી બિભત્સ ઇશારા કરી પોતાની પાસે બોલાવતા ઇસમ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાપી જીઆઇડીસી પોલીસના એએસઆઇ અમ્રતભાઇ નારણભાઇ શુક્રવારે સ્ટાફ સાથે વાહન પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા.

તે દરમિયાન જુના સી-ટાઇપ રોડ ઉપર પહોંચતા એક ઇસમ રોડની કોર્નર ઉપર પોતાની સ્વીફ્ટ ડિઝાયર કાર નં.જીજે-15-સીએલ-0994 પાર્ક કરી બોનટ પાસે ઉભો રહી ચાંપતી નજર રાખી બિભત્સ વર્તન કરતો હોય અને આવતી જતી બહેન દિકરીને સીટી મારી બિભત્સ ઇશારો કરી પોતાની પાસે બોલાવતો હોવાથી તેને કોર્ડન કરી પકડી પાડીને નામઠામ પુછતા તેણે પોતાનું નામ રાજેશ ઉર્ફે રાજા લીલાધર ભાનુશાલી ઉ.વ.23 રહે.હાલ વાપી જીઆઇડીસી સી-ટાઇપ બિલ્ડીંગ નં.સી-15-227 મુળ રહે.માંડવી જી.ભુજ ના હોવાનું જણાવ્યું હતું. ત્યાં ઉભા રહેવા બાબતે પૂછપરછ કરતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી તેની પાસેથી કાર અને એક આઇફોન-13 કિં.રૂ.4,50,000નો મુદ્દામાલ કબજે લઇ જીપીએ કલમ 110,117 મુજબ આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...