તપાસ:દમણના કામદારના મોત કેસમાં સહકર્મી સામે ગુનો

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટમાં હવા ભરી દેતા મોત થયું હતું

દમણની એક કંપનીમાં સહકર્મીએ યુવકના ગુદાના ભાગે કમ્પ્રેસરથી હવા ભરતા સારવાર માટે તે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બીજા દિવસે તેનું મોત થયું હતું. આ કેસમાં કચીગામ પોલીસે સહકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દમણના કચીગા ખાતે રહેતો અને મુળ બિહારનો 20 વર્ષીય બીટુકુમાર બાબુધન કહાર બુધવારે રાબેતા મુજબ રાજશ્રી પોલીપેક કંપનીમાં નોકરી ઉપર ગયો હતો.

જ્યાં સહકર્મીએ મજાક કરતા કરતા બીટુકુમારના ગુદાના ભાગે કમ્પ્રેસરની નળી નાંખી હવા ભરી દેતા ગંભીર હાલતમાં તે મરવડ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વાપીની સંવેદના હોસ્પિટલમાં ખસેડાતા ગુરૂવારે સવારે તેનું મોત થયું હતું. જેની જાણ ડુંગરા પોલીસે કચીગામ પોલીસને કરતા આરોપી સહકર્મી સામે 304(એ) મુજબનો ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે અન્ય કામદારોની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...