કાર્યવાહી:ટ્રેનમાં લખનઉંથી પાર્સલમાં વાપી ગાંજો મંગાવનાર 7 સામે ગુનો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 માસે એફએસએલ રીપોર્ટ બાદ કાર્યવાહી કરાઇ

નવ માસ અગાઉ વાપી સ્ટેશનના પાર્સલ ઓફિસમાં અમદાવાદથી આવેલા પાર્સલમાં કથિત શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાવતા પાર્સલ કર્મીએ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે પાર્સલમાં આવેલા કોથળામાંથી નમુના લઇને એફએસએલમાં મોકલ્યા હતા. ગુરૂવારે એફએસએલ રીપોર્ટમાં પાર્સલમાં ગાંજો હોવાનું જણાતા પોલીસે મંગાવનાર અને મોકલનાર સહિત 6 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાપી રેલવે સ્ટેશને ટ્રેનમાં બુક કરીને 30મી જૂન અને 7મી જુલાઇ 2021ના રોજ આવેલા પાર્સલ કર્મચારીને શંકાસ્પદ જણાયા હતા. કર્મચારીએ આ અંગે રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે બુકિંગ કરાવીને પાર્સલ મંગાવેલા 7 કોથળાને ખોલીને ચેક કરતા તેમાંથ માદક નશાયુક્ત પદાર્થ હોવાની આશંકા ગઇ હતી. પોલીસે એફએસએલ અને અન્ય અધિકારીને બોલાવીને જરૂરી સેમ્પલો લીધા હતા.

એફએસએલે 9 માસ અગાઉ લીધેલા સેમ્પલના રીપોર્ટમાં પાર્સલથી મંગાવેલો સામાન ગાંજો નીકળ્યો હતો. પાર્સલમાં ચેક કરતા તેમાંથી જોશ મુનક્કા લખેલા ગાંજાની ગોળી સ્વરૂપે પેકેટ નીકળ્યા હતા. રીપોર્ટ પોઝિટિવ આવતા રેલવે પોલીસે ગુરૂવારે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

કૃણાલ શૈલેશ હરિયાવાલા રહે. રામા રેસિડેન્સી, નામધા રોડ - વાપી, મૂળ રહે. હરિયા- માહ્યાવંશી ફળિયું, અજમલ ઇસરાર ખાન, ઇસરાર મજાર ખાન બંને રહે. સરવૈયા નગર, એમએમ પાર્ક - વાપી, મહમદ ફારૂક અબ્દુલ મજીદ મન્સૂરી રહે. અજીત રેસીડેન્સી, રખીયાલ, અમદાવાદની ગુરૂવારે વાપી રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ધરપકડ કરી છે. જ્યારે રાજકુમાર ઉર્ફે રાજેશ ભગવતીપ્રસાદ યાદવ અને ઉમેશ નામક આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...