કરોના સંકટ:કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દુકાન ખોલવા બદલ 7 સામે ગુનો, ગોદાલનગરમાં કેસ વધતાં તંત્ર એલર્ટ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ગોદાલનગર કન્ટેન્ટમેન્ટ ઝોન છતાં દુકાન ખોલીને ધંધો કરતા ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

ગોદાલનગરમાં કોરોનાના 9 પોઝીટીવ દર્દીઓ હોવાથી તે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. જેથી આ વિસ્તારમાં દુકાન ખોલી ન શકે તે જાહેરનામા બહાર પડાયો હતો. શુક્રવારે વાપી ડીસીબી બેંકની સામે દુકાનો ખોલતા કાર્યવાહી હાથ ધરી હતી. હાર્ડવેર શોપ પોઇન્ટના સંચાલક હીમતારામ ભાટી, વેલકમ હાર્ડવેરના જીતેન્દ્ર પ્રજાપતિ, માર્વા ઓટો પાર્ટના રાજવીર માર્વા, યશ આર્ટ ફ્લેક્સ બેનરના રામદર્શ સોલંકી, મેક્સ લાઇટ શોપના મોહનલાલ ગોમતીવાલ, વક્રતુંડ સપ્લાયર્સના ગૌરવ અગ્રવાલ અને પ્રથમ હાર્ડવેરના સંજયકુમાર શાહ સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી. 
રંગોલી રેસ્ટોના માલિક સામે પણ ગુનો, 1 વોન્ટેડ  
જલારામ મંદિર પાસે શાંતિ કોમ્પ્લેક્ષમાં આવેલ રંગોલી રેસ્ટોના સંચાલક સ્ટાફ સાથે હોટલ ચાલુ રાખતા પોલીસે દિલીપ મધુસુદન મોહંતી સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વાપી બજારના ક્વોલિટી કિરાણામાં રહેતા મનીષ શાહને વોન્ટેડ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...