તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેત રહો:વાપી સ્મશાનમાં પાંચ દિ’માં 20 પૈકી 5 કોરોના દર્દીને અગ્નિદાહ

વાપી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારી ચોપડે એકપણ મોત નોંધાયું નહીં

વાપી સહિત વલસાડ જિલ્લામાં ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે. સોમવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રજુ કરાયેલી કોરોનાની માહિતીની યાદીમાં વાપી તાલુકામાં એક પણ કોરોનાનો કેસ કે મોત ન હોવાનો દર્શાવામાં આવ્યું છે. બીજી તરફ વાપી દમણગંગા નદી કિનારે મુક્તિધામ સ્મશાનમાં સોમવારે 3 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

મુકિતધામનું સંચાલન કર્તાના મતે 3 પૈકી 2 મૃતકો કોરોના પોઝિટિવ હતાં. આ બંનેને કોવિડ-19ની ગાઇડલાઇ મુજબ અગ્નિદાહ અપાયો હતો. બે મૃતકોમાં એક ઉમરગામ અને એક વાપીનો સમાવેશ થાય છે, પરંતુ સરકારી યાદીમાં તેમનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. જેને લઇ રોજના રજુ કરાતી સરકારી યાદીની માહિતી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

એન્ટીજનમાં + ન હોય તો યાદીમાં ઉલ્લેખ નથી
વાપીના બે પોઝિટિવ મૃતકો અંગે પુછતાં આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું કે આરોગ્ય વિભાગની યાદીમાં પહેલેથી એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં હોય તેની માહિતી રજુ કરાતી નથી,જેથી વાપીના બે કોરોના પોઝિટિવ કેસમાં એન્ટીજન ટેસ્ટ હોવો જોઇએ. સિટી સ્કેનમાં કોરોના દર્શાવે તથા એન્ટીજનમાં નેગેટિવ હોય તો પણ સરકારી યાદીમાં તેમનો ઉલ્લેખ કરાતો નથી.આમ છતાં તપાસ કરાશે.

વાપી સ્મશાનમાં 1થી 5 એપ્રિલ સુધીના આંકડા

તારીખસમાન્ય મૃતકોકોરોના મૃતકો
1 એપ્રિલે10
2એપ્રિલ41
3 એપ્રિલ31
4 એપ્રિલ41
5 એપ્રિલ32
કુલ155

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો