તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓને સુવિધા:દમણમાં વેપારી પ્રોડક્ટની ઓનલાઇન વેચાણ કરવા મફત વેબસાઇટ બનાવાઇ

વાપી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેપ અપ ફાઉન્ડેશનના સહયોગથી વેપારીને સુવિધા અપાઇ

દમણની સ્ટેપ અપ ફાઉન્ડેશન અને અસ્તિત્વ સંસ્થા મળીને PM મોદી અને સરકારની ડિઝિટલ ઈન્ડિયા, પીએમ સ્વનિધિ યોજનાને સવર્ધિત કરવાના આશયથી વેબસાઇટ મેકિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનું આયોજન શનિવારે દમણમાં કરાયું હતું. કોવિડના નિયમો સાથે મળેલી આ બેઠકમાં દમણના દરેક દુકાનદારો, વેપારી, તબીબ, અધિવક્તા, ફળ અને શાકભાજી વેચનારા દરેકને ડિઝિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કર્યું હતુ. સ્થાનિક વેપારી હવે પોતાની પ્રોડક્ટ અને વસ્તુઓ વેબસાઇટના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચાડશે.

એક તરફ જ્યા મોટી કંપનીઓ લોકલ માર્કેટ ઉપર કબજો જમાવી રહી છે ત્યાં વેબસાઇટ સ્થાનિક વેપારીને ડિઝિટલ માર્કેટ પ્રદાન કરશે. જેનાથી વેપાર વધશે. સ્થાનિક વેપારી મફતમાં વેબસાઇટ બનાવવા માટે સ્ટેપ અપ ફાઉન્ડેશન નં. 0260 2255555 અથવા તો અસ્તિત્વના કર્મચારીનો સંપર્ક કરે. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અધ્યક્ષ વિશાલ ટંડેલ, અસ્તિત્વના ઉમંગ ખંડેલવાલ, ભક્તિબેન ઉપાધ્યાય, રૂદ્રેશ ટંડેલ, અનિલ ટંડેલ, ડો. વિજય પટેલ, ધર્મેશ પાવતે તથા મોટી સંખ્યામાં વેપારી ઉપસ્થિત હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો