આદેશ:દમણ પીડબલ્યુડીએ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ન ચુકવતા કોર્ટે સામાન જપ્તીનો આદેશ કર્યો

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્બિટ્રેટરે 2.50 કરોડ રૂપિયા જમા કરાવવા કરેલા આદેશની સામે તેઓ કોર્ટમાં ગયા હતા

દમણની કોર્ટે આર્બિટ્રેટરના એક ચુકાદામાં દમણ પીડબલ્યુડીને કોર્ટમાં રકમ ન ભરતા સામાન જપ્તીનો આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટરે વર્ષ 2015-16માં વોટર સપ્લાયને લગતા કરેલા કામોનો કરોડો રૂપિયાનું પેમેન્ટ ન ચુકવતા તેઓ હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે નિવૃત ન્યાયધીશને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી. આર્બિટ્રેટર આ કેસમાં દમણ પીડબલ્યુડીને કુલ રકમના 50 ટકા રકમ કોર્ટમાં જમા કરવા આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશનું પાલન ન કરાતા આખરે કોર્ટે સામાન જપ્તીનો આદેશ કર્યો છે.

દમણ પીડબલ્યુડીના ટેન્ડર મુજબ એસ એલ પટેલ એન્ડ કંપનીને વર્ષ 2015-16માં દમણના ડાભેલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સહિત વોટર સપ્લાયને લગતા કરોડો રૂપિયાના કામો મળ્યા હતા. કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ કર્યા બાદ પીડબલ્યુડીએ પેમેન્ટ ન ચુકવતા કોન્ટ્રાક્ટર હાઇકોર્ટમાં ગયો હતો.

હાઇકોર્ટે સમગ્ર કેસની સુનાવણી અને તપાસ અર્થે નિવૃત ન્યાયધિશને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી. આર્બિટ્રેટરે કોન્ટ્રાક્ટરના પક્ષમાં ચુકાદો આપીને પેમેન્ટ ચુકવણીના અંદાજે 6 કરોડ 53 લાખના 50 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવા માટે આદેશ કર્યો હતો. જોકે, આર્બિટ્રેટરના આદેશની સામે પીડબલ્યુડી દમણ ડિસ્ટ્રિકટ કોર્ટમાં અપીલમાં ગયું હતું. જોકે, આ કેસમાં દમણ કોર્ટે પીડબલ્યુડીની ઝાટકણી કાઢીને પીડબલ્યુડીના સામાન જપ્તીના આદેશ કર્ય હતો. કોર્ટના આદેશ મુજબ પોલીસ બદોબસ્ત સાથે મોટી દમણ સ્થિત પીડબલ્યુડીની ઓફિસમાંથી કોર્ટે કેટલોક સામાન પણ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...