ક્વોસિંગનો ચુકાદો:વાપીમાં દુષ્કર્મ કેસમાં ખોટી રીતે આરોપી બનાવતા FIR ક્વોસિંગનો કોર્ટનો હુુકમ

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વકીલે માત્ર લગ્ન નોંધણી કરી હોવા છતાં FIRમાં આરોપી બનાવ્યો હતો

વાપીના ચલા સ્થિત દુકાનમાં નોકરી કરતી યુવતી તેના માલિક સાથે પ્રેમસંબંધમાં પડી હતી. દુકાનમાલિક અગાઉથી પરિણીત હોય યુવતીને ફોસલાવી તેની સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. યુવતીને અગાઉના લગ્નની જાણ થતાં વાપી ટાઉન પોલીસમાં અેક વર્ષ અગાઉ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં લગ્ન કરાવનાર વકીલને પણ આરોપી બતાવતા તેમણે હાઇકોર્ટમાં એફઆઇઆરમાંથી નામ કમી કરવા અરજી કરી હતી. આખરે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદામાં એડવોકેટ સામેની ખોટી ફરિયાદને ક્વોસિંગનો ચુકાદો સંભળાવ્યો હતો.

ચલાની દુકાનમાં કામ કરતી યુવતીને માલિકે પ્રેમજાળમાં ફસાવી પોતે પરીણિત હોવા છતાં યુવતીને અંધારામાં રાખી લગ્ન કર્યા હતા. આ અંગે યુવતીને જાણ થતા તેમણે વાપી ટાઉન પોલીસમાં આરોપી પતિ ધવલ વખારિયા સામે દુષ્કર્મની ફરિયાદ જ્યારે વકીલ સાૈકત જે. મીર સહિત અન્ય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદમાં લગ્નની નોંધણી કરાવનાર વકીલ સૌકત મીર સામે પણ ગુનો નોંધાતા તેમણે હાઇકોર્ટમાં એફઆઇઆરમાંથી નામ દૂર કરવા અરજી કરી હતી. જે કેસમાં એડવોકેટ સૌકત જે. મીરનો પણ નામ ખોટી રીતે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું હતું. જેથી એડવોકેટ સૌકત મીર ગુજરાત હાઇકોર્ટમાં ખોટી ફરિયાદને કવોશિંગ કરવા હાઇકોર્ટના વકીલ આદિલ આર. મિરઝા દ્વારા દલીલ કરાતા હાઇકોર્ટે દલીલને ગ્રાહ્ય રાખીને એડવોકેટ સૌકત મીર ઉપર ખોટી ફરિયાદમાંથી નામ કમી કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...