કાર્યવાહી:દમણમાં ચાકુથી હુમલો કરનાર યુવકને કોર્ટે દોષી ઠેરવ્યો, યુવતીએ લગ્નની મંજૂરી માગી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉ લીવ ઇન રીલેશનમાં રહેતી યુવતી રીસાઇને ચાલી જતા યુવકે હુમલો કર્યો હતો

દમણના ડાભેલ સ્થિત અમૃતભાઇની ચાલીમાં રહેતા ચંદા કુમારી અને દીનદયાલ કેટલાક સમયથી લિવ-ઈન રીલેશનશીપમાં સાથે રહેતા હતા. બંનેને એક સંતાન પણ છે, પરંતુ ઝઘડાઓને કારણે ચંદાકુમારી તેમના મામાના ઘરે આવીને રહેવા લાગી હતી. બે વર્ષ અગાઉ દીનદયાલે ચંદાને બોલાવી અને ડાભેલના ચંચલ ઘાટ તળાવ પાસે ફરતી વખતે તેણે ખિસ્સામાંથી છરી કાઢી અને ચંદાના ગળામાં બે વાર ઘા કર્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે નાનીદમણ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ટીમ દીનદયાલની શોધમાં ઉત્તરપ્રદેશ ગઈ હતી અને 8 ડિસેમ્બર 2020ના રોજ આરોપી દીનદયાલની ધરપકડ કરીને દમણ લાવવામાં આવ્યો હતો. તપાસ અધિકારી પીએસઆઇ સ્વાનંદ ઈનામદારે 21 જાન્યુઆરી 2021ના રોજ દમણ કોર્ટમાં આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જિલ્લા અને સેશન્સ કોર્ટમાં હત્યાના પ્રયાસના કેસમાં સુનાવણી દરમિયાન મેડિકલ ઓફિસર, પોલીસ, દુકાનદાર સહિત કુલ 6 સાક્ષીઓને સાંભળ્યા બાદ આરોપી દીનદયાલને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો.

પરંતુ સોમવારે સુનાવણી દરમિયાન પીડિતા ચંદા કુમારીએ કોર્ટમાં આરોપી સાથે લગ્ન કરીને જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પીડિતાની આ ઈચ્છા પર આરોપી પણ તેની સાથે લગ્ન કરવા અને વિવાહિત જીવન જીવવા રાજી થયો હતો. જેના પર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે પી.કે.શર્મા નરમ વલણ અપનાવતા આરોપી દીનદયાલને ટ્રાયલ દરમિયાન 19 મહિનાની જેલ પુરતી ગણાવીને વધુ એક તક આપીને 500 રૂપિયાનો દંડ ફટકારીને મુક્ત કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયે જોરદાર દલીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...