વાપી જીઆઇડીસી સ્થિત સ્પાર્ટન કેબલ પ્રા.લિ. ના નામે દુકાન ચલાવી વર્ષ 2010થી 2016 ના સમયગાળાનો વેરા વસુલાત રૂ. 3 કરોડથી વધુ અને તેના વ્યાજની ભરપાઇ ન કરી દુકાન બંધ કરી ફરાર થયેલા છરવાડાના દંપતિ સામે રાજ્ય વેરા નિરીક્ષકે જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
નવસારીમાં રહેતા અને વાપી તાલુકા સેવાસદનમાં રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર પુનમચંદ દરજીએ બુધવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, વાપી જીઆઇડીસી વીઆઇએ ચારરસ્તા સામે પ્લોટ નં.સીએમ/18, શોપ નં.7 પંચાલ બ્રધર્સ કમ્પાઉન્ડમાં આવેલ સ્પાર્ટન કેબલ્સ પ્રા.લિ. નામથી દુકાન ચલાવતા જીગ્નેશ શંકર પટેલ અને તેની પત્ની રમીલાબેન શંકર પટેલ બંને રહે.રાજમોતી કોમ્પ્લેક્ષ છરવાડા રોડ વાપી એ ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ-2003 અન્વયે વેટ નોંધણીના કેસમાં આકારણી વર્ષ 2010-11થી વર્ષ 2015-16ના સમયગાળાનો વેરા વસુલાત રૂ.3,01,53,624 અને વ્યાજ ભરપાઇ ન કરી ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ-2003 ની કલમ-85ની પેટા કલમ 1(જ) હેઠળનો ગુનો કરેલ છે. આ બંને વેપારીઓએ વેરા વસુલાત અને વ્યાજનું માંગણુ ભરપાઇ કરવાની જવાબદારી અદા ન કરી વેરાકીય જવાબદારી માંથી છટકી જવા માંગતા હોવાનું જણાતા તેઓની નોંધણી નંબર રદ કરાઈ છે.
6 માસની કેદ અથવા 20 હજારના દંડ
ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ-2003ની કલમ 85(1)(જ) હેઠળ દંડ અને સજાની જોગવાઇ મુજબ વેપારીનેવાણિજ્ યિક વેરા નિયમોમાં કોઇનિયમનો ;ભંગ કરશે તો તે આ નિયમ હેઠળ છ મહિના સુધીની કેદની સજા અથવા રૂ.20,000 સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. પરંતુ કોર્ટના ચુકાદામાં ઉલ્લેખ હોય તેનાથી વિરૂદ્ધનાખાસ અને પુરતા કારણોના અભાવ હોય તો આવી કેદ એક મહિનાથી ઓછી હોવી જોઇએ નહિ અને દંડ રૂ.10,000થી ઓછો હોવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.