શાળામાં કોરોના પ્રવેશ:20 દિ’માં 8 સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી, વાલીઓમાં ડરનો માહોલ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી,પારડી સીબીએઇ સ્કૂલમાં કેસોથી કેટલાક વાલીઓએ વિદ્યાર્થીઓને ન જવા કહ્યું

વલસાડ જિલ્લામાં કોરોનાના સંક્રમણ વધતાં લોકોમાં ફરી ડર વધી રહ્યો છે,પરંતુ છેલ્લા 20 દિવસમાં વાપી,વલસાડ,પારડી સહિતની કુલ 8 સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારી દીધી હતી. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે. 15થી 17 ઉંમરના વિદ્યાર્થીઓને રસી અપાતાં વાલીઓએ રાહત અનુભવી છે,પરંતુ સ્કૂલોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે વાપીની સીબીએઇ સ્કૂલમાં કોરોના પોઝિટિવ કેસ હોવાની માહિતી મળી છે. છેલ્લા 20થી 25 દિવસમાં 8 જેટલી સ્કૂલમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે.

દરેક શાળાઓ સરકારની નવી એસઓપીનું પાલન કરે તે માટે સતત આચાર્યોના સંપર્કમાં રહીને કામગીરી કરી રહ્યાં છે. કોરોના સંક્રમણ વધે નહિ તે માટેના તમામ પ્રયાસો શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. બીજી તરફ વાપી,પારડીની સીબીએસઇ સ્કૂલોમાં કોરોનાના કેસો બાદ વાલીઓમાં ચિંતાનો વધારો થયો છે. કેટલાક વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું ટા‌ળી રહ્યાં છે. ફરી કોરોનાના કેસો વધતાં વાલીઓમાં ડરનો માહોલ છે.

સ્કૂલ બંધ કરવા અંગે સરકાર જ નિર્ણય કરી શકે
વાપીને અડીને આવેલાં દમણમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે. ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. જયારે વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો વધવા છતાં પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. અધિકારીઓના મતે શાળાઓ ચાલુ કે બંધ કરવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, પરંતુ કેસો ન વધે તે માટે જરૂરી તમામ નિર્દેશ શાળાઓને આપવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...