કોરોનાવાઈરસ:વાપી પાલિકાના સભ્ય સહિત અનેક લોકોના સીટી સ્કેનમાં રીપોર્ટમાં કોરોનાનો ઉલ્લેખ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી યાદીમાં નામો આવતા નથી

ખાનગી હોસ્પિટલોમાં હાલ દર્દીઓથી હાઉસફુલ જેાવા મળી રહી છે. તાવ,શરદી,ઉધરસના દર્દીઓની સંખ્યા વધી છે. જેમાંથી કેટલાક દર્દીઓને વધુ તકલીફ હોય તો સીટી સ્કેન કરાવે છે. જેના રિપોર્ટમાં કોરોનાના લક્ષણો દર્શાવે છે,વાપી પાલિકાના સભ્ય અમીર કાબાણી સહિત અનેક લોકોના સીટી સ્કેન રિપોર્ટમાં કોરોના પોઝિટિવ દર્શાવામાં આવ્યો છે, પરંંતુ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની યાદીમાં તેમના નામનો કોઇ ઉલ્લેખ જોવા મળ્યો નથી.

લોકોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે
વાપીની રેઇમ્બો,અદિત સહિત અનેક ખાનગી હોસ્પિટલોમાં હાલ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઇ રહી છે, તાવ,શરદીવાળા દર્દીઓ સારવાર માટે આવી રહી છે. જેમાંથી ગળામાં દુ:ખાવા સહિતની ફરિયાદો વચ્ચે કેટલાક દર્દીઓના સીટી સ્કેન કરવામાં આવ્યાં છે. જેમના રિપોર્ટમાં કોરોનાના લક્ષણો દર્શાવામાં આવ્યાં છે. વાપી પાલિકાના સભ્ય અને માજી આરોગ્ય સિમિતિના ચેરમેન અમીક કાબાણીના સીટી સ્કેન રિપોર્ટમાં પણ કોરોના લક્ષણોના કારણે તેઓ અદિત હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે, પરંતુ સિટી સ્કેનમાં કોરોના દર્શાવતાં દર્દીઓના નામ આરોગ્ય વિભાગની યાદીમાં હજુ દર્શાવ્યા નથી. જેથી લોકોમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...