તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દમણ અને દાનહમાં રવિવારે કોરોનાએ રજા લીધી, એક પણ કેસ ન નોંધાયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને પ્રદેશમાં એક્ટિવ કેસ ઘટીને માત્ર 57 થતાં રાહત મળી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો ન હતો. દાનહમાં હાલમાં 28 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5,778 કેસ રીકવર થઇ ચુક્યા છે. રવિવારે 02 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી છે.જ્યારે દમણમાં રવિવારે કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહત લીધી છે. 15 દર્દી રીકવર થતાં હોસ્પિટલમાંથી રજા અપાતા દમણ જિલ્લામાં હાલમાં માત્ર 29 એક્ટિવ કેસ રહ્યા છે.

બીજી તરફ રવિવારે મોટી દમણ સ્થિત સરકારી દવાખાનામાં કોરોના વેક્સિન આપવાની કામગીરી થઇ હતી જેમાં 50 લોકોએ લાભ લીધો હતો. દમણમાં અત્યાર સુધીમાં 3419 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 3389 લોકો સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...