વાપી ચણોદ કોલોનીમાં આરતી ગાર્ડનની સામે આવેલી બિલ્ડિંગમાં આશિષ તેમના માતા-પિતાનું એક માત્ર સંતાન હતું. પિતા વાપી જીઆઇડીસીમાં આવેલી એશિયન એરો ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટોર કિપરની નોકરી કરે છે જ્યારે માતા પ્રીતિ ગૃહિણી છે. હાહાકાર મચાવનાર આ મહામારીએ આશિષના ઘરને પણ નજર લગાવી હતી. પ્રથમ પિતા ઉમેશ વર્મા પોઝિટિવ ડીટેક્ટ થયા બાદ થોડા સમયના અંતરે માતા પ્રીતિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રીતિ અને ઉમેશને વાપીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.
આ દરમિયાન આશિષના મોટા પપ્પા મનોજ શ્રીવાસ્તવ અને મોટી મમ્મા રંજનાબેને આશિષની દેખભાળની જવાબદારી સંભાળી હતી. આશિષ કોઇક વખત માતા-પિતાને હોસ્પિટલના આઇસીયુમાં કાચની બારીમાંથી જોઇ લેતો હતો.માતા-પિતાની સારવાર ચાલતી હતી ત્યાં જ એક દિવસ હોસ્પિટલમાંથી ફોન ઘંટડી રણકી હતી અને અશુકનિળાય સંદેશ મળે છે કે, પિતાના આધાત અને શોકમાંથી હજી તો નાનકડા આશિષને કળ વળી નથી ત્યાં માતાના નિધનનો સંદેશ આવે છે. છેલ્લા એક વર્ષથી આશિષ ચણોદના ભુલા નગરમાં આવેલી શીવરામ ગેલેક્સીમાં મોટા પપ્પા મનોજ શ્રીવાસ્તવ અને મોટી મમ્મા રંજના શ્રીવાસ્તવ સાથે રહે છે.
આશિષે કહ્યું કે, કુદરતે આપેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવા સિવાય કોઇ છૂટકો નથી. જોકે, આ સ્થિતિમાં પણ જીવનને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય એ હવે આપણી મહેનત અને ધગશથી કરી દેખાડવાનું છે. અન્ય બાળકોની સરખામણીએ હું ઘણો નસીબદાર છું કે, ભગવાને એક માતા-પિતા લઇ લીધા તો એનાથી મોટા મા-બાપ આપ્યા પણ છે. મોટી મમ્મા હવે મારી માતાની જેમ જ સંભાળ રાખે છે. મમ્મી - પાપા નથી એવુ઼ં ફિલ ન થાય એ માટે સતત તેઓ કાળજી રાખે છે.
આશિષ હવે તેના વર્તનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એટલે જ કદાચ કહેવાયું છે કે, બાળક કેટલો મોટો કેમ ન થઇ જાય પણ એની માતા માટે તો એ હમેંશા એક બાળક જ રહેતો હોય છે. કોરોના કાળમાં માતાને ગુમાવનાર આશિષને આજે પણ એની માતાનો ચહેરો, સ્કૂલે મુકવા જવું કે લેવા માટે આવવું એ બધું યાદ આવી જાય છે ત્યારે દુનિયાને ન દેખાય એ રીતે આંતરિક રૂદન કરી લેતો હોય છે, જે રૂદનના અવાજ કદાચ આશિષ અને તેની માતા જ સાંભળી શકતા હશે.
જિલ્લો | એક વાલીનું મોત | બંનેનું મોત |
સુરત | 1038 | 66 |
તાપી | 509 | 37 |
વલસાડ | 449 | 35 |
નવસારી | 971 | 64 |
ડાંગ | 125 | 15 |
કુલ | 3092 | 217 |
પાપાની નોકરી છૂટી, ટોય માગ્યું ન મળ્યુ઼ં, રાત્રે લઇ આવ્યા
આશિષ માતા પિતા સાથેની મધુરી યાદોનું સંસ્મરણ કરતા કહ્યું કે, વચ્ચે પપ્પાની નોકરી છૂટી ગઇ હતી. એક દુકાનમાં ટોય પસંદ આવતા લઇ આપવા જીદ કરી હતી. પપ્પાએ તે સમયે ના પાડી દીધી હતી. જોકે, રાત્રિએ પાપા જ્યારે ઘરે પરત આવ્યો તો એ ટોયને પણ સાથે લઇ આવ્યા હતા. પપ્પાએ કહ્યું પૈસા ન હોવાથી ના પાડી હતી. પરંતુ અમારી સમગ્ર દુનિયા તો તું છે એટલે જ તો તને નારાજ કરી શકાય એમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.