કોરોનાવાઈરસ / વાપીમાં બહારથી લોકો આવતાં કોરોના કેસ વધ્યા

Corona cases increased in Vapi with people coming from outside
X
Corona cases increased in Vapi with people coming from outside

  • આરોગ્યની તપાસ ન થતા સ્થિતિ બગડી

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વાપી. છેલ્લા 10 દિવસથી સતત કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. એક પણ દિવસ કોરોના કેસો વગર જતો નથી. ખાસ કરીને કંપનીના કામદારો વધુ સંક્રમિત બન્યાં છે. જેના કારણે સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં અન્ય જિલ્લા અને રાજયમાંથી અનેક લોકો વાપી તાલુકામાં આવ્યાં છે. હજુ આવી રહ્યાં છે. બહારથી આવતાં લોકોનું ચેકિંગ તથા આરોગ્યની તપાસ કરવામાં આવતી નથી.છૂટછાટ બાદ વાપી કોરોનાનું એપી સેન્ટર બની રહ્યુ છે. ગુરૂવારે વધુ ત્રણ કેસો આવ્યાં હતાં. અન્ય જિલ્લાના કેસો સાથે વાપી તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 114 કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં હજુ પણ વાપીમાં વધુ કેસ આવવાની સંભાવના છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી