વાપી તાલુકામાં ગુરૂવારે સૌથી વધુ 108 કોરોનાના કેસો એક દિવસમાં નોંધાયા છે. આ કેસો સરકારી ચોપડે નોંધાયા છે. સરકારી ચોંપડે ન નોંધાયેલા અસંખ્ય કેસો પણ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે ફરી વાપીમાં શુક્રવારથી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. નજીવા ચાર્જ સાથે કોરોના પોઝિટિવ દર્દીને અહી સારવાર મળી રહેશે. વાપીની રોટરી ઓફ કલબ વાપીની રોટરી કલબ આરતી ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને હરિયા એલજી રોટરી હોસ્પિટલ,વાપીના ઉદ્યોગપતિઓ,સંસ્થાઓના સહયોગથી રોફેલ જીઆઇડીસી કોલેજ કેમ્પસ ખાતે કોવિડ કેર સેન્ટર વિકસાવીને કોવિડ-19 રોગચાળાના પ્રથમ અને બીજા તબક્કામાં વાપીના નાગરિકોની સેવા કરી હતી.
આ સુવિધાએ કોવિડ-19ના અગાઉના બે તંરગો દરમિયાન ઘણા કોવિડ દર્દીઓને મદદ કરી હતી. આ સુવિધાને હવે 14 જાન્યુઆરીથી ફરીથી શરૂ કરવામા રહી છે. કોવિડ પોઝિટિવ દર્દીઓને આઇસોલેશન અને ઓક્સિજન સાથે સારવારની જરૂર હોય છે. એડમિશન માટે હરિયા હોસ્પિટલની ઓપડીપીની મુલાકાત લઇ શકે છે. આ સુવિધા ખુબ જ નજીવા ચાર્જ પર ઉપલબ્ધ છે.
આ સુવિધાનું સંચાલન હરિયા એલજી રોટરી હોસ્પિટલના મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ વાપીના મોરારજી દેસાઇ શોપિંગ સેન્ટરમાં કોરોના વિરોધી રસીના પ્રથમ, બીજો તેમજ બુસ્ટરડોઝ મુકવાનું ચાલુ છે. આ ઉપરાંત અહીં આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા રોજ સવારથી અહીં દર્દીઓની લાંબી લાઇનો લાગે છે.
સૌથી વધુ લોકો હોમ કોરોન્ટાઇન થઇ રહ્યાં છે
વાપી શહેર અને તાલુકામાં શરદી,તાવ અને ઉંધરસ વાળા અસંખ્ય દર્દીઓનો સમાવેશ થાય છે, પરંતુ ત્રીજી લહેરમાં સૌથી વધુ લોકો ઘરે હોમ કોરોન્ટાઇન રહીને સાજા થઇ રહ્યાં છે. મૃત્યુનું પ્રમાણ ઓછુ હોવાથી તથા 7 દિવસમાં કોરોનાના લક્ષણોવાળા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યાં છે. આ વખતે સંક્રમણ ઝડપથી વધતાં કેસો સતત વઘી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.