હિન્દુ ધર્મ સંમેલન:ધર્માંતરણની પ્રવૃત્તિ સંતોના કારણે અટકી છે: સીઆર પાટિલ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીના હિન્દુ ધર્મ સંમેલનમાં સંતો, આગેવાનો ઉમટ્યાં

ધર્માંતરણની પ્રવૃતિ સંતોના કારણે અટકી છે. અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર એ અમારા એજન્ડામાં જ હતું. જેનું ઝડપથી નિર્માણ થઇ રહ્યું છે. દરેક સંતોને પી.એમ.હાઉસમાં આગામી દિવસોમાં આમંત્રણ આપવામાં આવશે. આ શબ્દો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે વાપીમાં વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં કહ્યાં હતાં.

વાપી ચલા અજીત નગરના ગ્રાઉન્ડ પર અખિલ ભારતીય ગુજરાત પ્રેરિત હિંદુ ધર્મસેના વલસાડ-ડાંગ દ્વારા હિન્દુ ધર્મ સંમેલન દિક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે ગૌરક્ષા માટે સરકારે આ વખતે બજેટમાં 500 કરોડની ફાળવણી કરી છે. જેને બજેટમાં વંચાણે લીધું છે.

હિન્દુઓને થતી તકલીફોમાં સરકાર તેમની પડખે છે. દરેક સંતોને પી.એમ.હાઉસમાં આગામી દિવસોમાં આમંત્રણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ, નૌતમ સ્વામી, કપિલ સ્વામી, શિવજી મહારાજ સહિત અનેક સંતો,મહંતો હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...