તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિ-ટેન્ડરિંગ:ઊંચા ભાવથી વિવાદ: વાપીમાં 11 કરોડના સોલિડ વેસ્ટ શેડનું રિ-ટેન્ડરિંગ કરાશે

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રીન એન્વાયરોની બોર્ડ બેઠકમાં કોચરવાની જમીન મામલે પણ ચર્ચા

વાપી ગ્રીન એન્વાયરો લિ.ની શનિવારે મળેલી બોર્ડ બેઠકમાં નવા સોેલિડ વેસ્ટ સાઇટના શેડ બનાવવાના પ્રોજેકટ અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં 11 કરોડના પ્રોજેકટ માટે સર્જાયેલા વિવાદના કારણે બોર્ડ બેઠકમાં રિ-ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જયારે કોચરવામાં નવી સાઇટ વિકસાવવની અટવાયેલી કામગીરી જીઆઇડીસીના અધિકારીઓને મળીને આગળ ધરવા અંગેનો નિર્ણય લેવાયો હતો.

વાપી ગ્રીન એન્વાયરોની બોર્ડ બેઠક જીઆઇડીસીના વીસીએમડી અને ગ્રીન એન્વાયરોના ચેરમેન થેનારશનની અધ્યક્ષતામાં મળી હતી. સરકારી ડિરેકટર કનુભાઇ દેસાઇ અને ચૂંટાયેલા ડિરેકટરોની હાજરી વચ્ચે બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં સોલિડ વેસ્ટ સાઇડને વિકસાવવા 11 કરોડના પ્રોજેકટ અંગે થયેલા વિવાદ અંગે ચર્ચા થઇ હતી. આ પ્રોજેકટમાં નવેસરથી રિ-ટેન્ડરિંગ કરી આગળની પ્રક્રિયા વધારવા અંગેનું નકકી થયુ હતું. જયારે ગ્રીન એન્વાયરોમાં નવા સીઇઓ અને સીએફઓની એક માસનાં નિમણૂંક કરાશે. કોચરવામાં સોલિડ વેસ્ટ માટે ફાળવામાં આવેલી જમીન મામલે જીઆઇડીસીના અધિકારીઓને મળીને પ્રશ્ન ઉકેલવવા અંગેનો નિર્ણય લેવાયો હતો. ગ્રીન એન્વાયરોને નોટિફાઈડને ચૂકવવાના થતાં રૂ.10 કરોડ જેટલા ટેક્સની રકમ પણ અધિકારીઓ સાથે બેઠક કરી ચુકવી દેવામાં આવશે. વાર્ષિક સાધારણ સભા અને ગ્રીન એન્વાયયરોના ડિરેકટકરોની ચૂંટણી યોજવી કે નહિ તે અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો ન હતો.

ફરી નવી સોલિડ વેસ્ટ સાઇટનો મુદો ચર્ચામાં
વાપી જીઆઇડીસી કચેરીએ સોલિડ વેસ્ટ સાઇટ માટે કોચરવા ગામમાં જમીનની ફાળવણી કરી હતી. જેની પ્રક્રિયા વાપી વેસ્ટે કરી હતી, પરંતુ હાલ આ મુદે બે જુથો વચ્ચે વિવાદ ચાલે છે. એક સમયે બે જુથો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. અને ઠરાવ કરવાની ફરજ પડી હતી. હાલ ફરી બોર્ડ બેઠકમાં નવી સોલિડ વેસ્ટ સાઇટનો મુદો ચર્ચામાં આવ્યો છે. જેથી હવે ફરી વિવાદ થશે કે કેમ તેના પર સૌ ઉદ્યોગપતિઓની નજર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો