તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સનસનાટી:વોટસઅપ ગ્રુપમાં જિલ્લા પંચાયત સભ્યે બીભત્સ ફોટા શેર કરતા વિવાદ

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • તલાટી અને સરપંચના ગ્રૃપમાં ફોટા અપલોડ કર્યા

ભાજપના પદાધિકારી રંગીલા મિજાજમાં આવી જિલ્લા પંચાયત સભ્યની બીભત્સતા સામે આવી છે. કપરાડા સરપંચ અને તલાટીના વોટ્સઅપ ગ્રૂપમાં માજી જિલ્લા પંચાયતના સભ્યએ બીભત્સ ફોટો મંગળવારે બપોરે પોસ્ટ કર્યા હતા. વોટ્સએપ ગ્રૂપમાં બીભત્સ ફોટો પોસ્ટ કર્યા છે, જેને લઈને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ઉપર સીધી અસર પડે એવી હરકત જિલ્લા પંચાયત સભ્ય દ્વારા કરાતા રાજકીય પક્ષોમાં ગરમાટો આવ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ ગરમાયો છે.

ભાજપના હોદ્દેદારોએ વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન ફોટાઓ અપલોડ કરી દેતા સનસનાટી મચી છે. હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વાવર સીટ ઉપર ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તે પરેશભાઈએ સરકારી કર્મચારીઓ સરપંચો થતા રાજનૈતિક નેતાઓના ગ્રૂપમાં બીભત્સ ફોટા વોટ્સએપ ગ્રુપમાં નાખી દેતા તાલુકામાં ખળભળાટ મચી ગઇ છે.

કોઈ વાત ક્યારે છુપાતી નથી, વ્હોટ્સએપ ગ્રુપમાં અચાનક પોર્ન ફોટો અપલોડ કરી દેતા અફરાતફરી સર્જાઈ છે. ઉતાવળે ફોટો ડીલીટ કરાવવામાં માથાકૂટ થઈ, પણ ત્યાં સુધી તો ગ્રૂપના સભ્યોએ સ્ક્રીન શોટ્સ લઈ ફોટાઓ વાયરલ થઈ ગયા હતા. કપરાડા તાલુકાની વાવર જિલ્લા પંચાયતના સભ્યના મોબાઈલથી અશ્લીલ ફોટાઓ ગ્રુપમાં વાયરલ કરતાં સમગ્ર કપરાડા તાલુકામાં સનસનાટી મચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો