તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:ધરમપુર તામછડીના ગ્રામજનોના શ્રમદાનથી મંદિર-હોલનું નિર્માણ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓનો સહયોગ અને સ્થાનિકોના શ્રમથી 18 મહિનામાં 30 લાખનો પ્રોજેકટ પૂર્ણ

ધરમપુર તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં તામછડીના હજારો પરિવાર છેલ્લા 15 વર્ષથી પંચદેવ મંદિર અને હોલની અપેક્ષા રાખતો હતો. આ કાર્ય માટે શબરી છાત્રાલય કપરાડાના ટ્રસ્ટી બી.એન.જોષીએ સુરત ,વલસાડ, દાદરા અને દમણના દાતાઓ પાસેથી 15 લાખનું દાન એકત્ર કરી હોલ અને મંદિર 30 લાખમાં નિર્માણ થયું છે.

આ મંદિર હોલના નિર્માણમાં સ્થાનિકોએ 50 ટકા શ્રમદાન અને અન્ય સહાય કરી છે. તામછડીના આદિવાસીઓ સતત મંદિર હોલ ઇચ્છતા તે નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. સુરતથી રામજીભાઇ ચાંદક,અંકેશભાઇ શાહ (ટ્રસ્ટી શબરી),હરિશભાઇ ,લક્ષ્મીચંદ બાફના ,સુવાલાલ પરિવારે વિશેષ મદદ કરી છે. આ સમગ્ર કામમાં ત્રિલોકનાથન યાદવ, પુથરાજભાઇ,રંગજીભાઇ,ધવલુભાઇ,કમલેશભાઇએ સહાય કરી હતી.

પંચકુંડી યજ્ઞ આચાર્ય ભાવેશભાઇ સહિતના વિદ્રાન ભુદેવોઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. બી.એન.જોષીએ જણાવ્યુ હતું કે છેલ્લા 18 મહિનાથી આ મંદિર હોલના નિર્માણમાં કામે લાગ્યા હતાં. સુરત માનવ સેવા સંઘ સુરત છાંયડો અને સેવા ફાઉન્ડેશન દ્વારા પાંચ પીએચસીમાં કોવિડ-19ના સાધનો આપ્યા હતાં. 180 દિવ્યાંગોને સહાય કરી હતી.

જેમાં દિવ્યાંગોને 65 રિપરિંગ મશીન,35 હાથ, 27 પગ, 10 ટ્રાઇસિકલ ,5 ઘોડી વગેરે છાંયડોના પ્રમુખ ભરતભાઇ શાહ તથા ડો.ગિરીશભાઇ અને સેવાભાવી સુરતના અગ્રવાલ પરિવારોએ પોતાના હાથે હાજર રહી સાધન વિતરણ કર્યા હતાં. કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...