આંદોલન:નેશનલ હાઇવે પર ખાડાઓ મામલે કોંગ્રેસ આંદોલન કરશે

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ઓગષ્ટ સુધીમાં કામ ન થાય તો કાર્યકરો ઉમટશે

વલસાડ જિલ્લામાંથી પસાર થતાં ને.હા. નં. 48 પર ખાડાઓ વધુ જોવા મળી રહ્યાં છે. જેને લઇ અકસ્માત વધી રહ્યાં છે. જેને લઇ જિલ્લા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં 1 ઓગષ્ટ સુધીમાં મરામત કામગીરી ન થાય તો નો ટોલટેક્સ માટે કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડી ઓંદોલન કરશે એવી ચિમકી આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલે કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નેશનલ હાઇવે નંબર 48 સુરતથી મુંબઇ તરફ જતાં રોડ પર ચોમાસામાં દરમિયાન અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડી ગયાં છે.જેના કારણે વાહન વ્યવહાર તથા અવરજ-જવર કરવી ભયજવક બની છે, ત્યાં છેલ્લા 10 દિવસમાં આ હાઇવે પર વલસાડ જિલ્લાની હદ ઉપર અકસ્માત થવાથી 11 લોકોએ જીવ ગુમાવ્યાં છે. વાહનોને ભારે નુકસાન થઇ રહ્યું છે.

આ સંજોગોમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 1 ઓગષ્ટ સોમવાર સુધીમાં હાઇવેના ખાડાઓની મરામત કરવામાં ન આવે તો ટોલનાકા ઉપર નો ટોલ ટેક્સ (ટોલ મુક્ત) વ્યવહાર કરવા માટે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં સવારે 11 કલાકે આંદોલન કરશે. જેની જવાબદારી સરકારની રહેશે એવું જણાવ્યું હતું. વલસાડના ડંુગરીથી ભીલાડ સુધીના હાઇવે પર મસમોટા ખાડાઓના કારણે અનેક અકસ્માત સર્જાયા છે.જેમાં કેટલાક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...