તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:જિલ્લાના ધો.12ના 24524 વિદ્યાર્થીઓને હાંશકારો,હવે નવી ગાઇડલાઇન પર નજર

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરીક્ષા રદ થતા સા.પ્રવાહના 15578-સાયન્સના 8946 વિદ્યાર્થી હળવા મૂડમાં

વલસાડ જિલ્લાના ધો. 12ના વિદ્યાર્થીઓ સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ થતાં ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ્ થશે કે કેમ તે સવાલ સતાવી રહ્યો હતો. બુધવારે સરકારે પરીક્ષા રદ્ની સાથે જિલ્લાના ધો.12ના 24524 વિદ્યાર્થીઓને રાહત મળી હતી. જો કે હવે સરકાર પરિણામ અંગે નવી ગાઇડલાઇન જાહેર કરશે. વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.12ની 1 જુલાઇથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ વ્યસ્ત બન્યા હતાં. પરંતુ ધો.12 સીબીએસઇની બોર્ડની પીરક્ષા બાદ થતાં ગુજરાત ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓમાં મૂં્ઝવણ ઊભી થઇ હતી.

આ મૂંઝવણ વચ્ચે ગણતરીના કલાકોમાં સરકારે ધોે.12ની બોર્ડની પરીક્ષા રદ કરી છે. જિલ્લામાં કુલ 1229 બ્લકોમાં વર્ગદીઠ 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. સામાન્ય પ્રવાહના 15578 અને સાયન્સના 8946 વિદ્યાર્થી મળી કુલ 24524 વિદ્યાર્થીઓને રાહત મળી છે. બીજી તરફ શિક્ષણવિદ અને શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ સાથે ધો.12 સીબીએઇમાં પણ માપદંડો નક્કી કરાયા છે. તે મુજબ હવે ધો.12ના વિદ્યાર્થીઓને પાછલા ધો.9,10,11ના પરિણામના આધારે માસ પ્રમોશન આપી શકાય છે.

સરકારની નવી ગાઇડલાઇનની જાહેરાત બાદ સમગ્ર સ્થિતિ સાફ થશે. હાલ તો ધો.12ના બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા રદ થતાં હળવા મુડમાં આવી ગયાં છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહીં તે અંગે મૂંઝવણ ચાલી રહી હતી. બુધવારે સરકારે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેતા તમામ અટકળોનો અંત આવ્યો હતો. ધોરણ 12 ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...