ફરિયાદ:કપરાડાના કાકડકોપરમાં સારી ગુણવત્તા વાળો રસ્તો ન બનતાં મંત્રીને ફરિયાદ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે વલસાડ કાર્યપાલક ઇજનેરને તપાસ માટે માગ કરી

કપરાડાના કાકડકોપર બારી ફળિયાથી બોરીપાડા સુખાલા હટવાડાને જોડતો રસ્તો હલકી ગુણવત્તા બનવાના આક્ષેપ સાથે સરપંચે વલસાડ કાર્યપાલક ઇજનેરને ફરિયાદ કરી છે. કાકડકોપરના સરપંચ ગણેશભાઇ કુંવરભાઇ ગાંવિતે રાજ્યના માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને વલસાડ કાર્યપાલક ઇજનેરને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું હતું કે કાકડકોપરથી બોરીપાડા સુખાલા હટવાડાને જોડતો રસ્તો નાળાકામ ,ડામર સાથે (2.20કિ.મી.) અંદાજીત 50 લાખમાં વર્ષ 2020-21માં બનાવવામાં આવ્યો હતો.

હાલ વર્ષ દરમિયાન આ રસ્તાનાા નાળા તૂૂટી ગયા તથા રસ્તા‌ની વચ્ચે ખાડા પડી ગયાં છે. રસ્તાની આજુબાજુમાં સાઇડ ફિલિંગ પણ નથી. જેના કારણે રસ્તાની બાજુમાં પણ ખાડો પડી છે. હલકી ગુણવત્તા વાળો માર્ગ તૈયાર થયાના આક્ષેપો સાથે તપાસની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...