કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ઝાડથી કેરી તોડી રહેલા વૃદ્ધને તેના જ સંબંધીઓએ ઢીક મુક્કી અને લાકડાથી ઢોર માર મારતા તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જે અંગે ઇજાગ્રસ્તના પુત્રએ કપરાડા પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.
કપરાડા તાલુકાના સિલ્ધા વાંગણપાડા ફળિયા ખાતે રહેતા સકારામભાઇ દેવુભાઇ નિકુળીયા ખેતી કામ કરી ઘર ગુજરાન ચલાવે છે. ગુરૂવારે તેઓ ડીઝલ પેટ્રોલ લેવા માટે સેલવાસ ગયા હતા. ત્યારે તેમની પુત્રીએ ફોન પર જણાવેલ કે, દાદા દેવુભાઇ લાહનુભાઇ સાથે ઉત્તમભાઇ તથા શૈલેષભાઇ એ વાડી પાસે જઇ ઝઘડો કરી ઢીકમુક્કીનો માર મારેલ છે.
જેથી ઘરે આવી કાકા ઉત્તમભાઇ અને ભાઇ શૈલેષને વાતો કરતા તેમણે જણાવેલ કે, અમારી કેરી તમે લોકો તોડી લઇ જાઓ છો અને તમારી હદમાં છે તે કેરી તમે તોડો અને અમારી હદમાં છે તે કેરી અમે તોડી લઇશું. કાકાએ પિતાને ખોટી રીતે કેરી તોડવા મુદ્દે ગાળો આપી ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાથી અને ઢીકમુક્કીનો માર મારતા તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.