તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાપીમાં ચાલુ ગાડીએ યુવતી સાથે છેડતી કરનાર બે સામે ફરિયાદ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને ઇસમો છેડતી કરી બાઇક પર ફરાર થઇ ગયા હતા

વાપીમાં ઓફિસથી મોપેડ પર ઘરે જતી યુવતીના કમરના ભાગે બાઇક પર આવેલા બે ઇસમો છેડતી કરી બિભત્સ માંગણી કરીને ફરાર થઇ ગયા હતા. જે અંગે બંને ઇસમો સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાપીના ગુંજન વિસ્તારમાં રહેતી અને એક કંપનીમાં એડમિન વિભાગમાં નોકરી કરતી 29 વર્ષીય યુવતી શનિવારે રાબેતા મુજબ ઓફિસથી સાંજના સમયે મોપેડ લઇને નીકળી હતી. તે દરમિયાન વાપી-સેલવાસ રોડ ઉપર ગરીબ નવાઝ મસ્જીદ સામે વસુંધરા ડેરી પાસેથી યુ-ટર્ન લઇ જતી વખતે પાછળથી બે ઇસમો નંબર વગરની બાઇક ઉપર તેની પાસે આવ્યા હતા.

ચાલતી ગાડીએ પાછળ બેસેલા ઇસમે યુવતી સાથે છેડતી કરી બંને ઇસમે ગાળો બોલી તેની બિભત્સ માંગણી કરી હતી. અને તેની ગાડીને ઓવરટેક કરી નાસી ગયા હતા. યુવતીએ તપાસ કરતા પાછળથી જાણવા મળ્યું હતું કે, આ બંને પૈકી બાઇક ચાલક તાહીર અસલમ ખાન ઉ.વ.23 ધંધો વેપાર રહે.જય ટાવર એ-વિંગ 9મા માળે રૂમ નં.46 ઇમરાન નગર વાપી અને તેની પાછળ બેસેલ ઇસમનું નામ સીદ્દીક સલીમ શેખ ઉ.વ.21 ધંધો વાયરીંગ રહે.રામધારી ચક્કીની પાછળ સલીમની ચાલીમાં ગીતાનગર વાપી છે. બંને ઇસમોએ એકબીજાની મદદગારીથી યુવતીની છેડતી કરી હોવાથી બુધવારે યુવતીએ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...