ફરિયાદ:વાપીમાં રિક્ષાચાલકને ગાળો આપી મારનારા સામે ફરિયાદ

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ રોડ પર ગાડી ચલાવવા મુદ્દે માર મરાયો હતો

વાપી બલીઠામાં સર્વિસ રોડ ઉપર રિક્ષા ચલાવનારા ચાલકને સેન્ટ્રોના ચાલકે ગાળો આપી માર માર્યો હતો. આ રસ્તા પર ગાડી ચલાવશે તો હાથ-પગ ભાંગી નાખીશ તેમ ધમકી આપતા પોલીસે આરોપી કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી નુતન નગર ખાતે રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મુસ્તાક નુરૂદ્દીન સોડાવાલા ત્રીજી જાન્યુઆરીએ બલીઠાથી જુની ફાટક આવી રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવતી કારને જોઇ રિક્ષા રોકીને ગાડી રિવર્સ લેતા અકસ્માતથી બચ્યા હતા.

તે સમયે સેન્ટ્રો કારમાંથી ઉતરી સામાવાળાએ મુસ્તાકભાઇને ગાળો આપી તુ સર્વિસ રોડ ઉપર કેમ રિક્ષા ચલાવે છે કહી બહાર ખેંચીને ઢીકમુક્કીનો માર માર્યો હતો. એક કલાક બાદ ફરી નવી ફાટક પાસે આવી ફરિયાદીને રસ્તામાં આંતરી ગાળો આપીને હવે પછી રિક્ષા આ રોડ પર દેખાશે તો હાથ-પગ ભાંગી દેવાની ધમકી આરોપીએ આપી હતી. ઘભરાયેલા રિક્ષાચાલકે આ અંગે ટાઉન પોલીસમાં ગુરૂવારે લેખિતમાં અરજી આપતા પોલીસે શુક્રવારે માર મારનાર આરોપી ઉમેશ પટેલ રહે.મામલતદાર કચેરીની પાછળ બલીઠી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...