લેન્ડ ગ્રેબિંગ:કરવડમાં કંપની સંચાલકે જમીન પચાવી ખોટી રીતે બાંધકામ કરતા ફરિયાદ

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીતીન એલોઇસ ગ્લોબલ લિ. ના માલિક સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

‌વાપીના કરવડ ખાતે નીતીન એલોઇસ ગ્લોબલ લિમિટેડ કંપનીના સંચાલકે બીજાની જગ્યા ઉપર ખોટી રીતે બાંધકામ કરતા તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાપી ટાઉન સ્નેહપાર્ક ખાતે વર્ધમાન ભવનમાં રહેતા મહેશ સેવંતીલાલ શાહ કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. મહેશભાઇએ શુક્રવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, કરવડ ગામે તરૂણાબેન જયંતીલાલ પંચાલ નાઓની ખાતા નં.670માં સર્વે નંબર 679/1 પૈકી 1 વાળી કુલ્લે 4-94-65 ક્ષેત્રફળ વાળી જમીન આવેલ છે.

જમીનનો કારભાર સંભાળવા માટે વર્ષ-2014માં પાવર ઓફ એટર્ની કરીને તેમને જમીનનો કબજો સોંપવામાંં આવ્યો હતો અને ત્યારથી આ જમીનનો વહીવટ તેઓ કરી રહ્યા છે. તરૂણાબેનની ખાતા નં.670માં સર્વે નંબર 679/1 પૈકી 1 વાળી કુલ 4-94-65 ક્ષેત્રફળ વાળી જમીનને 26-07-2016ના રોજ ઔદ્યોગિક કામકાજ હેતુ માટે બિનખેતીની જમીન (એનએ) કરાવી તેમાં પ્લોટિંગ કરી કુલ 13 પ્લોટ બનાવી પ્લોટ નં. 7 સર્વે નં.679/1 પૈકી 7 જેનું ક્ષેત્રફળ 18011 સ્ક્વેર મીટરનું છે.

જેનો સર્વે નંબર 3741 જેનું ક્ષેત્રફળ 1-80-11નું છે તે પ્લોટ ફરિયાદીએ નીતીન એલોઇસ ગ્લોબલ લિમિટેડના માલિકને 12-09-2016ના રોજ દસ્તાવેજ કરી વેચાણે આપેલ અને ત્યારબાદ આ કંપનીના માલિકે પ્લોટ નં.7 સર્વે નં. 679/1 પૈકી 7 જેનું ક્ષેત્રફળ 18011 સ્કવેર મીટરનું છે. જેનો સર્વે નં.3741 અને ક્ષેત્રફળ 1-80-11નું છે. તેની બાજુમાં આવેલ કોમન પ્લોટ નંબર -02 સર્વે નં. 679/1 પૈકી 14 જેનો સર્વે નં. 3733 જેનું ક્ષેત્રફળ 0-15-00 છે.

તે કોમન પ્લોટને વર્ષ 2016થી ખોટી રીતે કબજો કરી પચાવી પાડી ગુનાહિત અપપ્રવેશ કરી તેમાં ઔદ્યોગિક ક્ષેત્રનું ખોટુ બાંધકામ કરી કંપની બનાવી દેતા નીતીન એલોઇસ ગ્લોબલ લિમિટેડના માલિક સામે ખોટી રીતે કબજો કરી પચાવી પાડતા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020ની કલમ 3 અને 4 તથા ઇ.પી.કો. કલમ 447 મુજબનો ગુનો નોંધી ડુંગરા પોલીસે આગળની તપાસ વાપી વિભાગના ડીવાયએસપી બી.એન.દવેને સોંપતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...