વાપીના ચણોદ ગામ દેસાઇવાડ ખાતે રહેતા કશ્યપ રમેશભાઈ પંચાલ ઉ.વ.24 અર્સ કંપનીમાં એચઆર વિભાગમાં નોકરી કરતો હતો. બુધવારે સવારે ડ્યુક બાઇક નં.જીજે-15 -ડીએચ-7001 લઇને નોકરીએ ગયો હતો.
જ્યાંથી સાંજે ઘરે નીકળતી વખતે સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતા ડાયનામીક કંપની સામે રોડ ઉપર 7 વાગે સામેથી સ્પ્લેન્ડર બાઇક નં.જીજે-1 5-ઈએ-3390 પર ડબલ સીટ આવતા ચાલકે પુરઝડપે ગાડી હંકારી સામેથી ટક્કર મારતા ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા. જેમાં ડ્યુક ચાલક કશ્યપને માથામાં ગંભીર ઇજા અને પગમાં ફ્રેક્ચર થતાં સ્થળ ઉપર તેનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.