ઉદ્યોગકારોમાં ફફડાટ:વાપી થેલો કંપનીને કલોઝર: ક્રિએટિવ- કુંદન કંપનીને પ્રદૂષણ ફેલાવતા દંડ કર્યો

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસે જ ત્રણ કંપની સામે કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ

વાપી જીઆઇડીસીની ત્રણ કંપની સામે જીપીસીબીએ એક દિવસમાં કાર્યવાહી કરતાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં થેલો કલરને બાય પ્રોડકટ અન્ય સ્થળે બાળવામાં આવતાં કલોઝર નોટિશ ફટકારવામાં આવી છે. જયારે ક્રિએટિવ અને કંુદન કંપનીને રૂલ્સ-9ની મંજુરી વગર વેચાણ કરતાં બંને કંપનીને પર્યાવરણના નુકસાન બદલ લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. જીપીસીબીએ પર્યાવરણનો ભંગ કરતી કંપનીઓ સામે લાલઆંખ કરી છે.

વાપી જીઆઇડીસી થર્ડ ફેઇઝમાં આવેલી એવન થેલો કલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. જેમાં થેલો કલર કંપનીએ અમદાવાદની કંપનીને પ્રોડકટ આપ્યા બાદ અન્ય કંપનીએ આ બાય પ્રોડકટને બાળતાં ગાંધીનગરથી જીપીસીબીએ સેક્શન 5 હેઠળ 15 દિવસની ક્લોઝર આપી છે. જો કે અન્ય કંપનીની ભુલનો ભોગ વાપીની કંપની બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે અન્ય કિસ્સામાં વાપી જીઆઇડીસી સેકન્ડ ફેઇઝમાં આવેલી ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સ મિલ્સ પ્રાઇવેટ લી. અને કુંદર કેમિકલ પ્રા. લિ.ને રૂલ્સ-9 હેઠળ મંજુરી લીધા વગર પેન્ટના વેચાણ બદલ જીપીસીબીએ કાર્યવાહી કરી છે.

જેમાં પર્યાવરણના નુકસાન બદલ ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સ મિલ્સ પ્રાઇવેટ લી.ને નોટિસ ઓફ ડાયરેક્શન સાથે 38 લાખનો અને કુંદન કેમિકલ પ્રા. લિ.ને નોટિસ ઓફ ડાયરેક્શન સાથે 25 લાખના દંડ ફટાકવામાં આવ્યો છે.થોડા દિવસો પહેલા જ વીઆઇએમાં યોજાયેલા ઓપન હાઉસમાં રૂલ્સ-9 હેઠળ મંજુરી અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આમ છતાં નિયમોનું પાલન ન કરાતાં જીપીસીબીએ કાયદાકીય પગલા ભર્યા છે. વરસાદી માહોલમાં કેટલી કંપનીઓ દ્વારા ગટરમાં કેમિકલ છોડી દેવામાં આવે છે. જ્યારે થોડા દિવસ પહેલા જ કોઇ કંપનીએ હવામાં ઝેરી ગેસ છોડતા લોકોને આખોમાં બળતરાની સાથે સાથે શ્વાસ લેવામાં પણ તકલિફ થતા કંપનીઓ સામે રોષ જોવા મળ્યો હતો.

વધુ બે કંપની સામે કલોઝરની લટકતી તલવાર
25 જુલાઇએ વાપી વિસ્તારમાં ઝેરી ગેસને કારણે લોકોએ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ ઉપરાંત આંખોની બળતરા સહન કરી હતી. ગેસને કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. જવાબદાર એકમ સામે જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. જયારે આગની ઘટનામાં પણ જીપીસીબીએ રિપોર્ટ કર્યો છે. જેથી બે કંપની સામે કલોઝરની સંભાવના હોવાનું જીપીસીબીના સુત્રો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...